રાષ્ટ્રીયવેપાર

ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દમાણી દેશના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ

નવી દિલ્હી
ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દમાણી દેશના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આ કંપનીએ નેસ્લે અને બજાજ ફીનસર્વ જેવી કંપનીને પાછળ છોડી દીધી છે. દમાણી પાસે 43,300 કરોડ રૂપિયાની સંપતિ છે. થોડાક વર્ષો પહેલાં શરુ થયેલી કંપની ડી-માર્ટ કંપનીના શેરના 290% રીટર્ન દીધા અને દેશની આઠમી સૌથી મોટી કંપની બની ગઈ. સુપરમાર્કેટ ચેઈન ડી-માર્ટ નામથી ધંધો શરુ કરનાર રાધાકિશન દમાણી હાલ અદાણી કરતાં પણ પૈસાદાર વ્યક્તિ બની ગયા. આ કંપનીનું ભંડોળ 1.50 કરોડે પહોચી ગયું. અને નેસ્લે અને બજાજ ફીનસર્વ જેવી દિગ્ગજ કંપનીને પાછળ છોડી દીધી. આ કંપની 21 માર્ચ 2017માં શેર બજારમાં નોંધાઈ હતી. તે વખતે એમ કૈપ 39,988 કરોડ રૂપિયા હતો. જેમાં અત્યારે 290% ની વૃદ્ધિ થઈ છે.
ગત પાંચ ફેબ્રુઆરીએ કંપનીએ પોતાના શેર સંસ્થાગત રોકાણકારોને વેચવાની જાહેરાત કરી હતી. જે બાદ સોમવારે તેમની શેર 8.6% ઉછળીને 2,484.15 રૂપિયા પર પહોંચી ગયો. જે તેમનું સર્વોચ્ય સ્તર છે. આ વર્ષે કંપનીના શેરમાં 35% નો ઉછાળો થયો છે. જો કોઈ રોકાણકારે માર્ચ 2017માં કંપનીના આઈપીઓ આવ્યા તે દરમિયાન 1 લાખ કરોડ રૂપિયાના શેર ખરીદ્યાં હોત તો સોમવારે તેમની વેલ્યુ 8.31 લાખ કરોડ હોત.
શેરના આ ઉછાળા બાદ કંપનીના સ્થાપક રાધાકિશન દામાણી 43,300 કરોડ રૂપિયા સંપતિ સાથે ભારતના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અને આ સાથે સંપતિના મામલે ગૌતમ અદાણી અને સુનીલ મિત્તલને પાછળ છોડી દીધા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x