ગાંધીનગરગુજરાત

લોકડાઉનનો અમલ નથી થતો ત્યાં ક્રાઈમ બ્રાન્ચને મોકલવામાં આવશે : DGP

ગાંધીનગર :

રાજ્ય પોલીસ વડાએ આજે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું છે કે, હોમ કોરન્ટાઇનમાં રાખવામાં આવેલા લોકો જો ઘરની બહાર નીકળે તો આસપાસના લોકો અથવા પડોશી દ્વારા 100 નંબર ઉપર જાણ કરવી. પોલીસ આ મામલે ગંભીરતા દાખવી તેની વિરુદ્ધ કાર્યવાહી કરશે સાથે જ લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા પણ ડીજીપી શિવાનંદ ઝાએ અપીલ કરી છે. હાલમાં ચાલી રહેલા લોકડાઉનના સમયે સ્થાનિકોએ પોલીસને સહકાર આપવો જોઈએ. મહાનગરોમાં લોકડાઉનનો અમલ જે વિસ્તારોમાં નથી થતો તે તમામ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાન્ચને મોકલવામાં આવશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર સાથે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં જાહેરનામાના ભંગના 680 ગુના જ્યારે ક્વોરોન્ટાઇનના 418 ગુના નોંધાયા છે. બીજીતરફ તેઓએ પોલીસ કર્મચારીઓને પણ જણાવ્યું છે કે, તેઓ લોકડાઉન સમયે સ્થાનિકો સાથે સારો વ્યવહાર કરે છે. રન્નાપાર્ક સોસાયટીમાં ભેગા મળી ક્રિકેટ રમતા 7 લોકો સામે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ઉપરાંત અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગના 40થી વધુ ગુના નોંધાયા છે અને 130થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. સાબરમતી, રાણીપ, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, ઇસનપુર, પાલડી, સેટેલાઇટ, સરખેજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ટોળા કરીને ઉભેલા લોકો સામે કાર્યવાહી કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x