વાઈરસની મહામારી : મને કોરોના ઈન્ફેક્શન લાગી શકે, તમારા મનમાં ઉઠતા આવા 20 સવાલોના જવાબ વાંચો.
કોપર પર 4 કલાક તો કાચ પર 72 કલાક રહી શકે છે કોરોના વાઈરસ
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, સપાટી કે કપડાં પરથી પણ સંક્રમણ ત્યારે જ તમને સંક્રમિત કરશે, જ્યારે તમે સંક્રમિત હાથ મોઢા કે નાક પર લગાડશો.
દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઈરસ અંગે યોગ્ય માહિતી ન હોવાના કારણે લોકોના મનમાં ડર છે. સાથે જ લોકો એવી સતર્કતા વર્તી રહ્યા છે જે કદાચ એટલી જરૂરી નથી. જેવી કે, શરદી ખાંસી વગર પણ N-95 માસ્ક લગાવીને ફરી રહ્યા છે. શરદી થાય તો પણ તેમને કોરોનાનું જોખમ લાગે છે. લોકોના મનમાં ઉઠી રહેલા આવા જ સવાલોના જવાબ માટે અમે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા ભોપાલના ડાયરેક્ટર અને CEO પ્રોફેસર સરમન સિંહ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના વૈજ્ઞાનિક અને ગોરખપુર બ્રાન્ચના ડાયરેક્ટર રજનીકાંત સાથે વાત કરી હતી.
1. હું જે કપડાં રોજ પહેરું છું, શું તેનાથી સંક્રમણ થઈ શકે છે ?
હા બિલકુલ થઈ શકે છે. તમે જે કપડાં પહેરી રહ્યા છો તેને તરત ઘરે આવીને સારી રીતે ધોવો. કારણ કે બહાર નીકળવા પર અમે ઘણા લોકો સાથે અથડાઈએ છીએ. એવામાં સંક્રમણ કોઈના પણ દ્વારા કપડા સુધી આવી શકે છે. કપડાં પર હાથ લગાવીને તમે મોંઢા-નાક સુધી લઈ જશો અને સંક્રમિત થઈ જશો.
2. શું ચપ્પલ, ઘડીયાળથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે ?
જુત્તા-ચપ્પલથી સંક્રમણ નથી ફેલાતું. ઘડીયાળ પહેરો છો તો તેને સેનાટાઈઝ કરતા રહો, કારણ કે ડ્રોપલેટ્સ દ્વારા ઘડીયાળ સુધી પણ સંક્રમણ આવી શકે છે.
3. શું મોબાઈલ, કોમ્પ્યુટર -લેપટોપથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે ?
બિલકુલ. આ તમામ ગેજેટ્સને સેનેટાઈઝ કરવા જરૂરી છે. કી-બોર્ડને સેનેટાઈઝ કરતા રહો. મોબાઈલની સ્ક્રીન પણ સેનેટાઈઝ કરો. જો કે આ ત્યારે જ થઈ શકે છે, જ્યારે કોઈ સંક્રમિત વ્યક્તિ તેમની આસપાસ રહે. સંક્રમણ જાતે પેદા નથી થતું. ક્યાંકને ક્યાંકથી ફેલાય છે.
4. શું આ વાઈરસ હવામાં પણ રહે છે?
બિલકુલ રહે છે. હવાથી ધીમે ધીમે સપાટી પર આવે છે. હવામાં ઘણી મિનિટો સુધી રહે છે. એટલા માટે બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે.
5. કોઈને સંક્રમણ ન હોય, તો તેનાથી દૂર રહેવું જરૂરી છે ?
દરેક વ્યક્તિ સાથે અંતર રાખવું જરૂરી છે. ઘરે હોવ તો પરિવારના લોકો સાથે ઓછામાં ઓછું 1 મીટરનું અંતર રાખો. કોઈ પણ દ્વારા સંક્રમણ ફેલાઈ શકે છે.
6. શું માસ્ક લગાવવું બધા માટે જરૂરી છે ?
ના બિલકુલ જરૂરી નથી. N-95ને તો બિલકુલ ન લગાવશો કારણ કે એ ડોક્ટર્સ અને નર્સ માટે છે. જો તમને શરદી ખાંસી થઈ રહી છે તો જરૂર માસ્ક લગાવો જેથી અન્ય લોકો સુધી સંક્રમણ પહોંચી ન શકે. તમે એવું માનીને જ આગળ ચાલો કે તમે સંક્રમિત છો. આવું કરવાથી તમે જાતે પુરે પુરી સાવચેતી રાખી શકશો. લોકો કોઈ પણ કારણ વગર પણ માસ્ક લગાવી રહ્યા છે. આનાથી માસ્કનું કાળું બજાર ઊભું થયું છે.
7. શું ડોર નોબથી પણ આ વાઈરસ આવી શકે છે ?
તેનું સંક્રમણ ડ્રોપલેટથી થાય છે. જો ડ્રોપલેટ હવામાં અથવા કોઈ સપાટી પર છે અને જો તમે એ સપાટી પર હાથ લગાવશો તો સંક્રમણનો શિકાર થઈ શકો છો. જો કે, જ્યારે તમે હાથને મોઢા-નાક પર લગાવશો, ત્યારે આ સંક્રમણ તમારી બોડીમાં અંદર પહોંચશે. એટલા માટે વારં વાર હાથ ધોવા અને હાથને ચહેરા પર ન લગાવવાની અપીલ કરવામાં આવી રહી છે.
8. કોરોના વાઈરસની તપાસ કોણે કરાવવી જોઈએ? શું જેને સામાન્ય હળવો તાવ કે કફ છે, તેમણે પણ તપાસ કરાવવી જોઈએ ?
હળવો શરદી-ખાંસી, કફની સાથે જો તાવ છે, ત્યારે પણ કોરોનાની તપાસ કરાવવાની જરૂર નથી. તપાસ કરાવવાની જરૂર નથી. તપાસ કરાવવાના બે મુખ્ય ક્રાઈટેરિયા છે. પહેલો, જો તમે ગત દિવસોમાં વિદેશની મુલાકાત કરી હોય. બીજુ તમે કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય,જેમાં કોરોના વાઈરસની પુષ્ટી થઈ ચુકી હોય. બદલાતા હવામાનમાં શરદી-ખાંસી થવી સામાન્ય બાબત છે.
9. કોરોના વાઈરસના સંકેત કેટલા દિવસોમાં જોવા મળે છે ?
સામાન્ય રીતે 5 થી 7 દિવસોમાં તેના સંકેત જોવા મળે છે. ઘણી વખત 14 દિવસો સુધીનો પણ સમય લાગી જાય છે. આ જ કારણે 14 દિવસ ઓબ્જર્વેશન પીરિયડ રાખવામાં આવે છે.
10. વાઈરસ કેટલા અંતરથી પણ મને શિકાર બનાવી શકે છે ?
કોઈ પણ સંક્રમિત વ્યક્તિના 1 મીટરની આસપાસ સુધી તમે ગયા છો તો પણ તમને સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે. વાઈરસના ડ્રોપલેટ્સ 1 મીટરના વિસ્તારમાં ફેલાય છે, એટલા માટે કહેવામાં આવે છે કે દરેકે ઓછામાં ઓછા 1 મીટરનું અતંર જાળવવું જોઈએ.
11. જો ઓફિસ અથવા ઘરમાં મારા સાથીને સંક્રમણ થયું છે તો શું કરવું જોઈએ?
જો તમે તેના સંપર્કમાં આવ્યા છો તો તાત્કાલિક ક્વોરેન્ટાઈન થઈ જવું જોઈએ.
12. શું હાલ હોસ્પિટલની મુલાકાત લેવી સેફ છે ?
હોસ્પિટલમાં વિઝિટ કરી શકો છો, પરંતુ રૂટીન ચેકઅપ અથવા કારણ વગર ન જશો. બહું જરૂરી હોય તો જ જાવ. કારણ કે હોસ્પિટલમાં ભીડ હોય છે અને અહીંયા તમે કોવિડ-19 અથવા એવા જ કોઈ અન્ય વાઈરસના સંક્રમણનો શિકાર બની શકો છો
13. શું ગરમી વધવા પર કોરોના વાઈરસ ખતમ થશે ?
ગરમીથી વાઈરસ ખતમ થઈજશે, એ કહેવું યોગ્ય નથી. કારણ કે સિંગાપુર, થાઈલેન્ડ જેવા દેશોમાં જ્યાં હાઈ હ્યૂમિનિટી હોય છે, ત્યાં પણ આ વાઈરસના ફેલાવાનો કેસ સામે આવ્યો છે. સાથે જ ગરમીના તાપમાનમાં લોકો શોપિંગ મોલ, મૂવી થિયેટર જેવી જગ્યાઓ પર ભેગા થાય છે. અહીંયા એર કન્ડીશનર ઓન હોય છે. જેનાથી માહોલ ઠંડો બની રહે છે. એવા માહોલમાં ભીડ વચ્ચે રહેવાથી વાઈરસનો શિકાર થઈ શકાય છે. એટલા માટે ભીડ વાળી જગ્યાઓ પર જવાથી બચવું જોઈએ.
14. શું કોરોના વાઈરસ કોઈ વ્યક્તિને ફરી થઈ શકે છે ?
બિલકુલ થઈ શકે છે, પરંતુ ફરી થવા અંગે તેના સંક્રમણની અસર પહેલા જેટલું જોખમકારક નથી.
15. શું આનાથી સુરક્ષિત રહેવાનો એકમાત્ર વિકલ્પ ડિસ્ટેસિંગ જ છે ?
ભારતમાં આ જ એકમાત્ર સારો વિકલ્પ છે. ઘણા દેશોમાં આને ફોલો પણ કરી ચુકાયું છે. જ્યાં સકારાત્મક પરિણામ સામે આવ્યા હતા.
16. શું યોગા, પ્રાણાયામ કરવાથી આ વાઈરસથી બચી શકાય છે ?
ના, આનું કોઈ પ્રમાણ નથી. ઈમ્યુનિટી સારી ન હોવા પર કોવિડ-19નું જોખમ વધી જાય છે. એવામાં ઈમ્યુનિટી વધારવા માટે વ્યાયામ, યોગા કરી શકાય છે.
17. બ્લડ ડોનરને કોરોના વાઈરસની તપાસ કરાવવી જરૂરી છે ?
જો કોઈ સ્વસ્થ છે તો કોઈ પણ પ્રકારની તપાસ વગર બ્લડ ડોનેટ કરી શકે છે.
18. શું આ આલ્કોહોલ, ગરમ પાણીના સેવનથી મરે છે ?
આવું ન હોય. આલ્કોહોલ પીવાથી ઈમ્યૂન સિસ્ટમ વધારે નબળી પડે છે. જેનાથી સંક્રમણનો શિકાર થવાની આશંકા વધી જાય છે. સિગારેટ પીતા હોવ તો રિકવર થવામાં ઘણો સમય લાગી શકે છે.
19. શું હેન્જ સેનેટાઈઝર સાબુ કરતા વધારે સારો વિકલ્પ છે?
જો તમે રોજ સાબુ અને પાણીથી હાથ ધોવો છો તો આવું કરતા જ રહો, કારણ કે જો તમારી દિનચર્યામાં સામેલ છે અને તમે સારી રીતે હાથ ધોતા રહેજો. જો ક્યારેક બહાર જઈ રહ્યા હોવ, જ્યાં પાણીની વ્યવસ્થા નથી તો ત્યાં હેન્ડ સેનેટાઈઝર સાથે લઈ જાવ. હેન્ડ સેનેટાઈઝર પણ આખા હાથમાં લગાવી દો.
20. બહારનું જમવાનું અને નોનવેજથી સંક્રમણ થઈ શકે છે?
તેનું કોઈ પ્રમાણ નથી. આ જાનવરોથી માંડી મનુષ્યમાં આવ્યો છે પરંતુ નોનવેજ ખાવાથી થાય છે એવું કોઈ પ્રમાણ નથી.
હવામાં 3 કલાક સુધી કોરોના વાઈરસ રહી શકે છે
ધ ન્યૂ ઈગ્લેન્ડ જર્મલ ઓફ મેડિસિનના અભ્યાસ પ્રમાણે, કોરોના વાઈરસ કોપર પર 4 કલાક સુધી, કાર્ડબોડ પર 24 કલાક સુધી, પ્લાસ્ટિક અને સ્ટીલ પર 72 કલાક સુધી રહી શકે છે. જો કે, આ તમામ પર છેલ્લા ઘણા સમય સાથે જ તેનું પ્રમાણ ઓછું થતું જાય છે.
થોડા સમય બાદ જોખમનું સ્તર ઘટી જાય છે. યૂએસના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિઝીઝની સ્ટડી પ્રમાણે, સંક્રમિત વાઈરસ હવામાં ત્રણ કલાક રહી શકે છે. આ અભ્યાસના પરિણામ ન્યૂ ઈગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં 17 માર્ચ 2020ના રોજ પ્રકાશિત કરાયા હતા.
યુએસ જોન્સ હોપકિંસ સેન્ટર ફોર હેલ્થ સિક્યોરિટી ઈન મેરીલેન્ડના એમડી રમેશ એ અદજલાના કહ્યાં પ્રમાણે, મને શંકા છે કે કપડાં પર વાઈરસ થોડા કલાકો અથવા દિવસભર રહી શકે છે. જે વાતાવરણ પર નિર્ભર કરે છે. જેવી રીતે ટેમ્પરેચર, હ્યૂમિ઼ડિટી કોઈ વાઈરસના ગ્રોથ પર અસર કરે છે.
કેવી વસ્તુઓને રોજ સાફ કરવી જોઈએ
ડોર, હેન્ડલ્સ, ટોયલેટ્સને રોજ સારી રીતે સાફ કરો. તેને સાફ કરવામાં બજારથી મળનારા ક્લીનર્સનો ઉપયોગ કરી શકાય છે. બ્લીચ સોલ્યૂશન અને ઓછામાં ઓછા 70 ટકા વાળા આલ્કોહોલ સોલ્યુશન સફાઈમાં ઉપયોગ કરી શકાય છે.
સેન્ટર્સ ફોર ડિઝીજ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની ભલામણો પ્રમાણે, જે ઓબ્જેક્ટ્સને આપણે રોજ વારં વાર અડીએ છીએ, તેને ખાસ સાફ રાખવા જરૂરી છે. જેમાં કાઉન્ટર્સ, મેજનો ઉપરનો ભાગ, દરવાજાની કુંડી, બાથરૂમ ફિક્સ્ચર, ટોયલેટ્સ, ફોન, કી-બોર્ડ, ટેબલેટ વગેરે સામેલ છે.
જો સરફેસ ગંદી છે તો પહેલા ડિટર્જન્ટ અને પાણીથી સાફ કરો. કોઈ પણ પેકેજ, શાકભાજી અથવા એવો સામાન લીધો હોય જેને સરફેસ હાથોથી અડ્યા હોય તો ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી હાથને સાબુ અને પાણીથી સારી રીતે ધોવો.