રાષ્ટ્રીય

કોરોનાનો કહેર : પુત્રીએ માં-બાપ અને ભાઈ-ભાભીને ઘરમાંથી કાઢી મુક્યા.

કાનપુર :

કોરોનાનો કહેર વધી રહ્યો છે. લોકો ડરના માર્યા ફફડી રહ્યા છે ત્યારે કાનપુરમાં એક ગજબ ઘટના પ્રકાશમાં આવી છે. કોરોનાના ડરથી એક પુત્રીએ તેના માં-બાપ અને ભાઈ-ભાભીને ઘરમાંથી કાઢી મુક્યા છે અને પોતાના ઘરે જવા જણાવી દીધું છે. આ સમગ્ર પરિવાર દિલ્હીથી આવ્યો હતો જેથી તેમને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આશંકા હતી. બે દિવસથી આ પરિવાર અન્ય એક મકાનની છત ઉપર રહીને જીવન ગુજરી રહ્યો છે.
કાનપુર સ્થિત પોતાની દીકરીને દિલ્હીથી મળવા આવેલો પરિવાર લોકડાઉનની જાહેરાત બાદ કાનપુરમાં જ ફસાઈ ગયો હતો. અહીં તેઓ ઘણા દિવસો સુધી રહ્યા હતા, જ્યાં સોમવારે તેમની દીકરી દીપમાલાએ કોરોનાના ડરથી બધાને વિદાય લેવાનું કહ્યું હતું. જો કે અહીંથી નીકળીને સમગ્ર પરિવાર અન્ય જગ્યાએ પહોંચ્યો હતો જ્યાં તેઓએ રૂમ ભાડે માંગતા મકાન માલિકે રૂમ ખાલી નથી એમ કહીને છત પર આરામ કરવા કહ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *