ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં 71 દર્દીઓની તબિયત સ્થિર, આગામી પાંચ દિવસ અગત્યના : જયંતી રવિ

ગાંધીનગર :

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતી રવિએ આજે કોરોનાની પરિસ્થિતિને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત માટે રાહતના સમાચાર છેકે ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગુજરાત માટે આગામી પાંચ થી સાત દિવસ અતિ મહત્વના છે. આ દિવસોમાં કોરોનાની સ્થિતિ માટે અતિ મહત્વના રહેશે. હાલ, 71 દર્દીઓની તબિયર સ્થિર છે. લોકો સોશિયલ ડિસ્ટન્સીનું પાલન અને લોકડાઉનનો અમલ કરે તે જરૂરી છે. કોરોના પોઝિટિવના કુલ 87 કેસ સામે આવ્યા છે. જેમાંથી 7 દર્દી સાજા થયા છે. જ્યારે 7 દર્દીઓના મૃત્યુ થયા છે. વડોદરાના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીનું આજે સવારે મોત નીપજ્યું છે. રાજ્યમાં અમદાવાદ હોટસ્પોટ જાહેર થયું છે. અમદાવાદમાં સૌથી વધારે 31 કેસ અને 03 મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 12 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 09 કેસ અને 1 મૃત્યુ, ભાવનગરમાં 6 કેસ અને 2 મૃત્યુ, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ જ્યારે કચ્છ, મહેસાણા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે. 418 હોમ ક્વોરેન્ટાઇનનું ઉલ્લઘન કરનારા લોકો ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *