ગુજરાતરાષ્ટ્રીય

5 એપ્રિલ, રવિવારે સમગ્ર દેશ 9 વાગે અંધકારમય કોરોના સંકટને પરાજિત કરવા જ્યોત પ્રકાશિત કરે : PM નરેન્દ્ર મોદી

ન્યુ દિલ્હી :
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે કોરોનાની મહામારીને લઈને પ્રજા જોગ સંદેશ જાહેર કર્યો છે. નરેન્દ્ર મોદીએ આ સંદેશમાં જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીની વિરુદ્ધ દેશ વ્યાપી લોકડાઉનને આજે 9 દિવસ થયા છે. તે દરમ્યાન આપ સૌ એ જે પ્રમાણે અનુસાશન અને સેવાનો અભૂતપૂર્વ પરિચય કરાવ્યો છે. તમામ લોકોએ મળીને આ સ્થિતિને સાંભળવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. 22 માર્ચ રવિવારે જે પ્રકારે લોકોએ સાથ આપ્યો તે આજે સમગ્ર વિશ્વ અપનાવી રહ્યું છે. લોકોને સામુહિક શક્તિનો અહેસાસ કરાવ્યો અને એ ભાવ પ્રગટ થયો કે દેશ એક થઈને કોરોના વિરુદ્ધ લડાઈ લડી શકે છે. હવે લોકડાઉનના સમયે દેશમાં સૌની સામૂહિકતા નજર આવે છે. આજે દેશના કરોડો લોકો ઘરમાં છે ત્યારે એમને એમ લાગે કે એ એકલો શું કરશે, કેટલાક લોકો એમ વિચારી રહ્યા હશે કે એકલા કેવી રીતે લડી શકીશુ. આ લોકડાઉનનો સમય જરૂર છે, બધા ઘરોમાં જરૂર છે પણ આપણામાંથી કોઈ એકલા નથી.
આ અંધકારમય કોરોના સંકટને પરાજિત કરવા પ્રકાશના તેજને ચારે બાજુ ફેલાવવાનો છે. જેને લઈને 5 એપ્રિલ રવિવારે 130 કરોડ દેશવાસીઓ રાત્રે 9 વાગે તમારા સૌની 9 મિનિટ જોઈએ છે. ઘરની તમામ લાઈટો બંધ કરીને ઘરના દરવાજા અથવા બાલ્કની ઉપર ઉભા રહીને મીણબત્તી, દીવો, ટોર્ચ કે મોબાઈલની ફ્લેશ લાઈટ કરો. આ આયોજન દરમ્યાન કોઈએ ભેગા થવાનું નથી. પોત પોતાના ઘરમાંથી જ દરવાજા ઉપર અથવા બાલ્કનીમાંથી આ કામ કરવાનું છે. કોરોનાની ચેઇન તોડવાનો આ જ રામબાણ ઈલાજ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x