રાષ્ટ્રીયવેપાર

રિવર્સ રેપો રેટમાં 0.25% ઘટાડો: બૅન્કના EMIની રકમ ઘટશે : RBI 

નવી દિલ્હી :

રિઝર્વ બેન્ક દ્વારા નાબાર્ડને ૨૫૦૦૦ કરોડ, સીડબીને ૧૫૦૦૦ કરોડ અને એનએચબીને ૧૦૦૦૦ કરોડ રૂ.ની મદદ કરવામાં આવશે.

આખું વિશ્વ કોરોનાને કારણે ભયંકર આર્થિક મંદીમાં સપડાયું છે ત્યારે ભારતીય અર્થતંત્રને બુસ્ટર ડોઝ: બજારે નિર્ણય વધાવ્યો

કોરોનાને કારણે અસ્તવ્યસ્ત થયેલી અર્થવ્યવસ્થાને ટોનીક આપવા માટે આજે રીઝર્વ બેન્કે કેટલાક પગલાઓ જારી કર્યા છે. રીઝર્વ બેન્કે રીવર્સ રેપોરેટમા ઘટાડો કર્યો છે. આ દર ૦.૨૫ ટકા ઘટાડયો છે અને તે હવે ૪ ટકાથી ઘટી ૩.૭૫ ટકા રહેશે. રેપોરેટ યથાવત રાખવામાં આવશે. વિશ્વનું અર્થતંત્ર સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહ્યુ છે. ભયાનક મંદી ટકોરા મારી રહી છે. ત્યારે પણ જી-૨૦ દેશો કરતા ભારતની સ્થિતિ સારી છે. રિઝર્વ બેન્કે નાબાર્ડ, સીડબી અને એનએચબીને કુલ ૫૦ હજાર રૂ. આપવાની જાહેરાત કરી હતી.

કોરોનાના કારણે ગ્લોબલ બીઝનેસ ૧૩ થી ૩૨ ટકા જેટલો ઘટશે. ભારતનો જીડીપી આ વર્ષે ૧.૯ ટકા રહેેશે જ્યારે ૨૦૨૧-૨૨માં તે વધીને ૭.૪ ટકા થશે. એનપીએના મામલે રિઝર્વ બેન્કે બેન્કોને રાહત આપવાની પણ જાહેરાત કરી હતી. રીઝર્વ બેન્કના ગવર્નરે આજે સવારે જણાવ્યુ હતુ કે રીવર્સ રેપોરેટ ૨૫ બેઝીસ પોઈન્ટ ઘટાડવામાં આવ્યો છે અને તે ૩.૭૫ ટકા રહેશે. નાબાર્ડને ૨૫૦૦૦ કરોડ, સીડબીને ૧૫૦૦૦ કરોડ અને એનએચબીને ૧૦૦૦૦ કરોડ રૂ.ની મદદ કરવામાં આવશે. રિઝર્વ બેન્કે કહ્યું હતુ કે ભારતમાં વિદેશી મુદ્રાનો પુરતો ભંડાર છે. નાણાકીય નુકશાનને ઓછુ કરવા પ્રયાસ કરાશે. રોકડમાં અછત થવા નહિ દેવાય

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x