ગુજરાત

આવશ્યક ચીજ વસ્તુ સિવાયની વસ્તુઓ નું કાળા બજાર વેચાણ કરતા વેપારીને ત્યાં પોલીસ રેડ, ૯૨ હજાર કરતા વધુ કિંમતનીનો માલ જપ્ત કરી FIR દાખલ કરી.

મોસાલી :
તાજેતરમાં સમગ્ર રાજ્યમાં કોરોનાં વાઇરસને પગલે લોકડાઉન જાહેર કરવામાં આવેલો છે, સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કોરોનાં વાઇરસને પગલે વિવિધ જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવેલા છે.

       કોરોનાં વાઇરસને પગલે આવશ્યક ચીજ વસ્તુ સિવાયની અન્ય વસ્તુઓનાં વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલો છે, તેમ છતા માંગરોળ વિસ્તારમાં કેટલાંક વેપારીઓ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની વસ્તુઓનું પણ હાલમાં વેચાણ કરી રહ્યા છે સાથે જ છાપેલી કીમત કરતાં પણ ચારસો  ગણા વધુ ભાવો લઈ વેચાણ કરી ગ્રાહકોની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે, આ અંગેની જાણ માંગરોળ પોલીસનાં પી.એસ.આઇ. પરેશ એચ.નાયી ને કોઈએ જાણ કરતાં પોલીસે માંગરોળ ખાતે જૂની કોર્ટ વિસ્તારમાં રહેતાં ઝુંબેર મોહમદ મીઠાણી પોતાનાં ઘરની બહાર ઓટલા ઉપર આવશ્યક ચીજ વસ્તુ સિવાયની અન્ય વસ્તુઓનું વેચાણ કરે છે જેથી પોલીસે એક યુવક નામે સહેજાદ મેહબુબ શાહને દમી ગ્રાહક તરીકે પચાસ રૂપિયા લઇ વિમલ લેવા મોકલીયો હતો, ઝુંબેર મીઠાણી એ વીસ રૂપિયાની કીમતનાં વિમલના એક નગના પચાસ રૂપિયા લીધા હતા જેથી નજીકમાં ઉભેલી પોલીસે ત્વરીત ઝુંબેર મીઠાણી પાસે પોહચી જઇ એનાં ઘરની તલાશ લેતાં વિમલો, તાનસેન, સિગારેટ, બીડી, તમાખું વુગેરે આવશ્યક ચીજ વસ્તુ સિવાયની વસ્તુઓ મળી આવી હતી, આ ઝુંબેર છાપેલી કિંમત કરતાં વધુ કીમત લઇ ગ્રાહકો પાસેથી વધુ કિંમતે વેચાણ કરી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે, પોલીસે ઝુંબેરની અટક કરી, ૯૨૫૧ રૂપિયાનો માલ જપ્ત કર્યો છે, અને વિવિધ જાહેરનામા નો ભંગ કરવા બદલ પોલીસે  ઝુંબેર સામે એફ આઇ.આઇ. દાખલ કરી છે, સાથે જ આ માલ ઝુંબેરે મોસાલીના જયજલારામ કરીયાના સ્ટોર્સ માંથી ખરીદયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x