કાલથી ઓનલાઈન ચીજવસ્તુઓની ખરીદી પર છુટછાટ આપવાનો મોદી સરકારનો સ્પષ્ટ ઈનકાર
નવી દિલ્હી :
દેશમાં કોરોના વાયરસના સંકટને દૂર કરવા માટે લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે દેશમાં આર્થિક ગતિવિધિઓ પર પણ બ્રેક લાગેલી છે. આ વચ્ચે સરકારે કહ્યું કે લોકડાઉન દરમિયાન બિન-જરૂરી સામાનની ઓનલાઇન ડિલીવરી થશે નહીં.
લૉકડાઉન લાગૂ કરવા પર સરકારે જરૂરી સામાનની પૂર્તિ કરવાની વાત કહી હતી. લોકડાઉનમાં રાશન, શાકભાજી અને મેડિકલની દુકાનો ખુલ્લી છે. જ્યારે બીજી તરફ જરૂરી સામાનની હોમ ડિલીવરી પણ કરવામાં આવી રહી છે. જોકે આ વચ્ચે ગૃહ મંત્રાલયે આદેશ આપ્યા છે કે ઇ-કોમર્સ કંપનીઓ દ્રારા લોકડાઉન દરમિયાન બિન-જરૂરી સામાનની સપ્લાય પર રોક રહેશે.
ખરેખર, 25 માર્ચે લોકડાઉન થયા બાદથી દેશમાં ઇ-કોમર્સ કંપનીઓ માત્ર જરૂરી વસ્તુઓની સપ્લાઇ કરી રહી છે. જોકે, કેટલાક દિવસ પહેલા જ સરકારે બહાર પાડેલી નવી ગાઇડલાઇનમાં ઇ-કોમર્સ કંપનીઓને બીજા સામાનોના વેચાણમાં થોડીક છૂટ આપવામાં આવી હતી. પરંતુ આ સામાનોની ડિલીવરી લોકડાઉન દરમિયાન સુધી કરી શકાશે નહીં.
3 મેં સુધી લોકડાઉન
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે 21 દિવસના લોકડાઉન જાહેર કર્યું હતું 25 માર્ચથી શરૂ થયેલા 21 દિવસના લોકડાનનો અંતિમ દિવસ 14 એપ્રિલે હતો. જોકે, 14 એપ્રિલે પીએમ મોદીએ એક વખત ફરી દેશને સંબોધિત કર્યો અને 19 દિવસ માટે લોકડાઉન વધારી દીધું. જોકે, 3 મે સુધી ચાલશે.