આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

અમદાવાદમાં 31મી મે સુધીમાં કોરોના વાયરસના 8 લાખ કેસ થઈ શકે છે : વિજય નેહરા

અમદાવાદ :
રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસને લઈને ગુજરાતમાંથી ખૂબ જ ખરાબ અને ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. સમગ્ર દેશમાં હવે ગુજરાત કોરોના વાઇરસનો બીજા નંબરનું હોટસ્પોટ રાજ્ય બની ગયું છે. તેમાં પણ અમદાવાદ શહેર રોગચાળો ફેલાવાના માટેનું એપી સેન્ટર બની ગયું છે.

આજે બપોરે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી વિજય નેહરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાયરસ કેસો દર ચાર દિવસે જો આ ગણતરી મુજબ જ અને આ સંખ્યા પ્રમાણે કેસો વધતા રહેશે તો આગામી આઠ દિવસમાં જ ૭૦૦૦ જેટલા કેસો થઇ જશે પણ ૧૫મી મે સુધીમાં ૫૦,૦૦૦ કેસ નોંધાશે.

જો હાલના રેટ પ્રમાણે કેસો વધતા રહેશે તો ૩૧મી મે સુધીમાં માત્ર અમદાવાદમાં જ માં 8,00,000 જેટલા કેસો થવાની દહેશત સેવાઇ રહી છે. હવે કોર્પોરેશન તંત્ર વધી રહેલા કેસોને ઘટાડવા અને ખાસ કરીને ડબલીંગનો સમયગાળો ૭ થી ૮ દિવસનો લાંબો થાય તેવા પ્રયત્નો થઇ રહ્યા છે.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સિનિયર આઈએએસ અધિકારી છે અને તેમના દ્વારા જે દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે તે ખૂબ જ ગંભીર છે. બીજી બાજુ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના વ્યક્તિ દ્વારા આ પ્રકારની ગણતરી મુકાતા ગુજરાત સરકાર પણ ચોંકી ઊઠી છે અને કમિશ્નરે આવું નિવેદન આપવાની જરૂર નથી એ પ્રકારની લાગણીઓ અનેક આઇએએસ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x