ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં આવતીકાલથી શરતો સાથે મોલ અને કૉમ્પ્લેક્સ સિવાયની દુકાનો શરૂ કરી શકાશે

ગાંધીનગર :
ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને CM રૂપાણીએ પણ એક મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે આ નિર્ણયની જાહેરાત કરી છે. દુકાનો ખોલવાની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. આ અંગે CMO સચિવ અશ્વિની કુમારે પુરવઠા વિભાગની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.

શરતી મંજૂરી અપાઈ

તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે.
દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે.
માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે.
જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે.
દુકાન ખોલવા માટે ગુમાસ્તાધારા નું સર્ટિફિકેટ માન્ય રહેશે
આ ઈન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી

I.T તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 50 ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.

આ વિસ્તારોમાં નહીં ખોલાય દુકાનો

હોટસ્પોટ, કલ્સ્ટર અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો તેમજ રેડ ઝોન અને જે વિસ્તારમાં વધુ કેસ હોય ત્યાં દુકાનો નહીં ખુલે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં દુકાનો ગ્રીન ઝોનમાં જ ખુલશે.

આ દુકાનો નહીં ખુલે

ઠંડા પીણાની દુકાનો શરૂ નહિ થાય
હેર સલૂન નહીં શરૂ કરાય
પાનના ગલ્લા કે દુકાન નહીં ખૂલે
પગરખાંની દુકાનો નહીં ખૂલે
નાસ્તા ફરસાણની દુકાન નહીં ખૂલે
આઇસ્ક્રીમની દુકાનો નહીં ખૂલે

આ દુકાનો ખુલશે

ઇલેક્ટ્રોનિક્સ દુકાનો ખુલશે
સ્ટેશનરી દુકાનો ખુલશે
મોબાઈલ રીચાર્જ અને રીપેરીંગની દુકાનો ખુલશે
કરિયાણાની દુકાનો ખુલશે
એસી રીપેરીંગની દુકાનો ખૂલશે
પંચરની દુકાનો ખુલશે
ચશ્માની દુકાનો ખુલશે
ગારમેન્ટ્સ દુકાનો ખુલશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x