ગુજરાતરાષ્ટ્રીય

સુરત થી વતનમાં જવું છે ? તો જાણો – પરમિશન ક્યાંથી – કેવી રીતે મળશે ?

સુરત :
કોરોના વાઇરસને લઇને લોકડાઉન આપવામાં આવ્યુ હતું, ત્યારે રોજી રોટી માટે સુરત આવીને વસેલા લોકોને પોતાના વતન જવું હતું, પણ જઈ શકતા ન હોવાને લઇને સાંસદ દ્વારા સરકારને રજુઆત કર્યા બાદ તેમને તેમના વતન જવાની પરવાનગી આપવામાં આવી રહી છે. ત્યારે પોતાના વતન જવા માંગતા હોય તેવા લોકોએ પોતાની વિગત સાથે ક્યા વાહનમાં અને કેટલા લોકો જવાના છે, તેવી વિગત સાંસદને આપવાની રહશે.

ક્યાંથી કેવી રીતે મંજૂરી મળશે ?
કોરોના વાઇરસને લઇને છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના કારણે સુરતમાં વસતા પરપ્રાંતિયોની ધીરજ ખૂટી રહી હતી. બે થી ત્રણ વખત તેઓ રોડ પર ઉતરી આવ્યા હતા. જોકે તેમની સમસ્યાનું સમાધાન કરતાં સાંસદ સી.આર. પાટીલે તેઓને વતન જવા માટેની વ્યવસ્થા કરી આપી છે. જે લોકો વતન જવા માંગતા હોય તે લોકોએ સી. આર. પાટીલની ઓફીસ જઈને એક ફોર્મ ભરવાનું રહેશે. જેમાં તેમનું નામ, રાજ્યનું નામ, જિલ્લાનું નામ, ગામનું નામ, ગાડીનો નંબર અને કેટલા લોકો જવાના છે તે સંખ્યા ભરવાની રહેશે. ગૃહ મંત્રાલયને સુરતમાં રહેતા પરપ્રાંતિય લોકોની સમસ્યા અંગે અવગત કરાવી આ નિર્ણય લેવાયો છે.

વાહનની વ્યવસ્થા જાતે કરવી પડશે ?

આ વ્યવસ્થા માત્ર સુરતમાં વસતા લોકો માટે જ કરવામાં આવી છે. જો કે જે તે વ્યક્તિ પાસે પોતાનું વાહન હશે તો જ જઈ શકશે. તે સાથે જિલ્લા કલેકટરની મંજૂરી પણ લેવી પડશે. આ નિર્ણય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે. આ મેસેજ શહેરમાં વાયુ વેગે ફેલાતા લોકો મોટી સંખ્યામાં સાંસદની ઓફિસે પહોંચ્યા હતા અને પરવાગીના ફોર્મ ભરવા લાગ્યા હતા. ફોર્મ ભરવા માટે લોકોની લાંબી-લાંબી લાઈન પણ લગાવી હતી, કેટલાક લોકોએ તો બસ પણ બુક કરાવી છે અને બસમાં કેટલા લોકો જવાના છે, તેની વિગત સાથેનું ફોર્મ ભરીને મંજૂરી પણ લઇ લીધી છે. જે વાહન મુકવા જશે તે રીટર્નમાં કોઈ અન્ય વ્યક્તિને લાવી નહીં શકે

તમને જણાવી દઈએ કે, સુરતમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો રહે છે. જે પોતાના વતન જવા માંગે છે ત્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી તેમજ કલેકટર પાસે પરવાનગી મેળવવી પડશે. જેમાં વાહન કયું, વાહનનો નંબર અને મોબાઈલ નંબરની ફરજીયાત નોંધણી કરવી પડશે. વાહન આ લોકોને વતન મુકીને પરત ફરશે અને અન્ય કોઈ વ્યક્તિને પરત લાવી શકશે નહીં.

વેપાર-ઉદ્યોગને થશે અસર ?

જોકે આ મેસેજ શહેરમાં ફરતા જ સુરતમાં કામ કરતા તમામ લોકોએ વતન તરફ દોટ મૂકી છે, ત્યારે આગામી દિવસમાં સુરતમાંથી લાખોની સંખ્યામાં મજૂર વર્ગ ખાલી થવા સાથે વેપાર-ઉધોગ પડી ભાગશે. લોકોએ આજે રાતથી જ પોતાના વતન તરફ જવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. આજે મધરાત્રીથી જ ખાનગી વાહન અથવા બસ દ્વારા હજારોની સંખ્યામાં લોકો વતન તરફ જવા નીકળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x