ગુજરાતની ચિંતા વધી ! રાજ્યમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, સમગ્ર દેશમાં ગુજરાતનો પ્રથમ નંબર
અમદાવાદ:
ભારત કોરોના વાયરસના બચાવ માટે લગાવવામાં આવેલા લોકડાઉનને ખતમ કરવા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ હાલમાં જ આઈઆઈટી દિલ્હીની એક સ્ટડીમાં એ વાતનો ખુલાસો થયો છે કે, કોરોના વાયરસ પૂરા ભારતની તુલનામાં દેશના સાત રાજ્યોમાં વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, પ્રથમ નંબર પર ગુજરાત, ત્યારબાદ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને સાતમો નંબર ઝારખંડનો છે. આ સાત રાજ્યોમાં ભારતના કુલ કેસમાંથી બે-તૃતિયાંસ કેસ છે.
ગુજરાતમાં સૌથી વધારે ટ્રાન્સમિશન રેટ
23 એપ્રિલે સામે આવેલા આ ડેટાને આઈઆઈટી દિલ્હીના નવા ડેશબોર્ડ PRACRITIએ વિકસિત કર્યો છે. આ ડેશબોર્ડ બતાવે છે કે, દેશના 19 રાજ્યો અને 100 જિલ્લામાં ટ્રાન્સમિશનનો રેટ 60 ટકા છે. આ ડેટા અનુસાર, ગુજરાતમાં ટ્રાન્સમિશન રેટ (R0) સૌથી વધારે જેમ કે 3.3 છે. R0 વ્યક્તિઓની એવરેજ સંખ્યા છે, જે એક બિમાર વ્યક્તિ એવા સમૂહમાં સંક્રમિત થાય છે, જેમાં પ્રતિરક્ષા નથી હોતી. એવામાં એવરેજ એક સંક્રમિત વ્યક્તિ 3.3 લોકોને સંક્રમિત કરી શકે છે. શુક્રવારે 24 કલાકમાં 191 નવા કેસ સામે આવ્યા બાદ ગુજરાતમાં સંક્રમિતોનો આંકડો વધી 2815 થઈ ગયો છે.
પોર્ટલ દેખાડે છે કે, 100 માંથી માત્ર 28 જિલ્લામાં ટ્રાન્સમિશન રેટ દેશના ટ્રાન્સમિશન રેટ 1.8 થી વધારે છે. આ 28 જિલ્લા 9 રાજ્યો – રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા અને પંજાબમાં છે.
રાજ્યની તુલનામાં કેટલાક જિલ્લામાં ઝડપથી સંચરણ
કેરળ, હરિયાણા અને તામિલનાડુના પ્રકોપમાં ઘટાડો નોંધાયો છે, અને ટ્રાન્સમિશન દર એકથી પણ ઓછો છે. પૂરા રાજ્ય R0 0.93 પર ઓછા હોવા છતા, 6 જિલ્લામાં ટ્રાન્સમિશનનો દર વધારે છે. વિશેષ રૂપથી, ભારતમાં 28 જિલ્લા એવા છે, જ્યાં રાજ્યની તુલનામાં સંચરણનો દર વધારે છે. શોધકર્તાઓએ કહ્યું કે, 18 જિલ્લામાં 20થી ઉપરના કેસલોડ છે, જેમાં ટ્રાન્સમિશનની સંખ્યામાં અસંગત સ્પાઈક જોવા મળ્યો છે, જેથી કોઈ સંચરણ દર કામ નકરી શકે. તે મોટાભાગના તેલંગણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પશ્ચિમબંગાળ, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુમાં છે.
24 હજારથી વધારે સંક્રમણના મામલા
દેશમાં કોરોના વાયરસથી અ્યાર સુધી 775 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 24 હજારથી વધારે પહોંચી ગઈ છે. શુક્રવારે સાંજથી અત્યાર સુધી 52 લોકોના મોત થયા છે, જેમાંથી 18 મહારાષ્ટ્રમાં. 15 ગુજરાતમાં, 9 મધ્ય પ્રદશમાં, 3-3 દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં, 2 તામિલનાડુમાં અને 1-1 પંજાબ અને ઉત્તર પ્રદેશમાં. યૂપીમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થઈ ચુક્યા છે, તામિલનાડુમાં 22 જ્યારે કર્ણાટક અને પશ્ચિમબંગાળમાં 18-18 લોકોના મોત થયા છે.