ગાંધીનગર

ગાંધીનગરના સાંસદ અમીતભાઇ શાહ દ્વારા ૩૨૫૦ કિટનું ગરીબ, નિસહાય લોકોને વિતરણ.

ગાંધીનગર :

ગાંધીનગરના સાસંદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમીતભાઇ શાહ દ્વારા ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર, પેથાપુર નગરપાલિકા અને ૧૨ ગામો માટે ૧૦ કિલોની એક એવી ૩૨૫૨ કિટોનું વિતરણ કરવામાં આવનાર છે. તેમજ દરેક કિટ સાથે એક એટલે ૬૫૦૦ માસ્કનું પણ વિતરણ કરવામાં આવનાર છે.
સાંસદ શ્રી અમીતભાઇ શાહની આ કિટના વિતરણમાં સહભાગી બનેલા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી રીટાબેન કેતનકુમાર પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના ૮ વોર્ડ, પેથાપુર નગરપાલિકા અને તેમના સંસદીય મત વિસ્તારમાં આવતા ૧૨ ગામોમાં ગરીબ, નિસહાય અને જરૂરિયાત મંદોની યાદી બનાવીને આજથી ૩૨૫૦ કિટનું વિતરણ કરવાનો આરંભ કરવામાં આવ્યો છે. એક કિટમાં ૫ કિલો ધંઉ, ૨ કિલો ચોખા, ૧ કિલો મીઠું, ૧ લિટર તેલ, ૫૦૦ ગ્રામ ગોળ અને ૫૦૦ ગ્રામ દાળ મુકવામાં આવી છે. આ કિટનું વિતરણ ગરીબ, જરૂરિયાતમંદ, નિસહાય લોકોને સુચારું રીતે મળી રહે તે માટે દરેક વોર્ડના અગ્રણીઓને અહીથી સુપ્રત કરવામાં આવનાર છે. આ તમામ કિટ મેળવનાર લોકોને બે માસ્ક કિટ સાથે આપવામાં આવશે. એટલે કે કુલ ૬૫૦૦ જેટલા માસ્કનું વિતરણ પણ કરાશે.
આ કિટ વિતરણમાં મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી નાઝાભાઇ ધાંધલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવેન્દ્રસિંહ ચાવડા, કોર્પોરેટર શ્રી કાર્તિકભાઇ પટેલ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ પટેલ, મધુર ડેરીના ચેરમેન શ્રી શંકરસિંહ રાણા, અગ્રણી શ્રી કેતનભાઇ પટેલ, શ્રી નિતીનભાઇ પટેલ, શ્રી સૃરેશભાઇ મહેતા, શ્રી બિપીનભાઇ રાવલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિતિ રહ્યાં હતાં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x