ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણી નિમિતે ગાંધી નગર માં પ્રથમ ઓન લાઇન કવિ સંમેલન યોજાયું
ગાંધીનગર :
ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણી નિમિતે ગાંધી નગર માં પ્રથમ ઓન લાઇન કવિ સંમેલન “મહાત્મા ગાંધી સાહિત્ય મંચ” ના ઉપક્રમે આજે ડૉ.ગુલાબચંદ પટેલ હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક, ભૂતપૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડેંટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસ, ઇંડિયન લાયન્સ ગાંધીનગર, વયસન મુક્તિ અભિયાન પ્રણેતા તેમજ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજનાર દ્વારા ગુજરાતમાં તેમાંય ખાસ કરીને ગાંધીનગરમાં યોજાયું છે. જેમાં ૨૫ જેટલા કવિ લેખક દ્વારા “મહાત્મા ગાંધી” વિષય પર પોતાની કવિતાઓ ભારત ભર માંથી પ્રાપ્ત થઈ હતી. તેમાં શામેલ તમામ કવિ લેખકોને અતિથિ રમેશભાઈ મુળવાણી સાહિત્યકાર દ્વારા એનૌ્સમેંટ કરી સન્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રાધ્યાપક ગોરખ નાથ કોથે પૂરે મહારાષ્ટ્ર તેમજ પ્રિન્સિપલ શ્રી ઇશ્વરભાઈ ડાભી નો સહયોગ મળ્યો હતો.
ડૉ.ગુલાબચંદ પટેલને હિન્દી સાહિત્યકાર તરીકે ૧૦૦ જેટલા આશરે એવાર્ડ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત થયા છે. તેમજ સામાજિક કાર્યકર તરીકે ૩૫ થી વધુ એવાર્ડ અને પુરસ્કાર પ્રાપ્ત થયા છે
ડૉ. ગુલાબચંદ પટેલ ને દેશ ભર માંથી સહિતયકારોના અભિનંદન મળી રહ્યા છે.