ગાંધીનગરગુજરાત

કોરોના સંકટ : એક્ટિવ કેસના દરમાં ઘટાડો થયો છે પણ હજુ કપરા ચઢાણ બાકી : વિજય નેહરા

અમદાવાદ :
ગુજરાતમાં કોરોના વાયરસના સંકટમાં અમદાવાદ મોખરે છે ત્યારે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના મ્યુ. કમિશનર વિજય નેહરાએ ડિજિટલ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, એક્ટિવ કેસના દરમાં ઘટાડો થયો છે પણ હજુ કપરા ચઢાણ બાકી છે. વળી SVP હોસ્પિટલના તમામ બેડ હવે લગભગ ફૂલ થવાને આરે છે.

અમદાવાદમાં એકંદરે એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે

એક્ટિવ કેસનો ઘટાડો થયો છે. 10 ટકા એક્ટિવ કેસમાં વૃદ્ધિ દર હતો જે હવે ઘટ્યો છે. 3જી તારીખ સુધી 5થી 6 ટકા સુધી લઈ જવાનો છે. મે મહિનામાં દુકાનો ખુલશે અને બજારો ખુલશે. લોકડાઉન ખુલે અને તમામ લોકો બજારમાં એક સાથે જશે તો કોરોનાનું સંક્રમણ રોકી નહીં શકાય.

ગ્રાહકો અને વેપારીઓ બનવું પડશે સજાગ

અનેક મહિનાઓ સુધી માસ્કને આપણી આદતો અને ટેવમાં સામેલ કરી લેવુ પડશે. વેપારીઓએ પોતાની દુકાન પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરવી પડશે. સ્ટોરમાં આવેલી વસ્તુને હાથ અડાડતા હોય તો તેમને સેનેટાઈઝ કરી લેવી. સાબુથી વારંવાર હાથ ધોવા. ઘરે આવીને પહેલા હાથ ધોવા. માસ્ક, હાથ ધોવા અને સેનેટાઈઝર એ રાખવું જ પડશે. જાહેરમાં થુંકી નહીં શકાય. ટુવ્હીલર પર જયાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી વધુ લોકો બહાર એક સાથે ન નીકળો અને ભીડનો ભાગ ન બનો.

આંકડાકિય માહિતી

આજે સવારે 11 વાગ્યા સુધી 178 કેસ નોંધાયા છે 18 મોત છે અને 18 લોકો સાજા થયા છે. અમદાવાદમાં કુલ 1854 કેસ એક્ટિવ કેસ છે. 43 લોકો વેન્ટીલેટર પર છે. 1811 લોકો સ્ટેબલ છે. SVP 642 એક્ટિવ કેસ છે. 150 જેટલા શંકાસ્પદ કેસ છે. સિવિલ હોસ્પિટલ 547 કેસ, સમરસ હોસ્ટેલમાં 591 લોકો સારવાર સંભાળ હેઠળ છે. HCG 14, સ્ટર્લિંગ 16, ફર્ન કોવિડ કેસ સેન્ટર. હજહાઉસ સેન્ટર 16 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

SVPમાં બેડ ફુલ થઈ ગયા છે

SVP હોસ્પિટલમાં તમામ પથારીઓ ફુલ થઈ ગઈ છે એટલે હવે આપણે વૈકલ્પિક વ્યવસ્થા ઉપર ધ્યાન આપવુ પડી રહ્યુ છે. બીજી હોસ્પિટલ અને કેર સેન્ટરને પણ તૈયાર કરવા પડશે. લોકડાઉન ખુલશે એટલે કેસની સંખ્યામાં વધારો થશે.

ક્યાં કેટલા કેસ

મધ્ય ઝોનમાં 821, દ. ઝોનમાં 532, પ.ઝોનમાં 149, ઉ. ઝોનમાં 152. દ.પૂ ઝોન 52 અને પૂ ઝોનમાં 107 કેસ એક્ટિવ છે. કુલ ટેસ્ટમાં રેપીડ અને PCR એમ બંને મળીને 22837 કુલ ટેસ્ટ થયા છે. ટેસ્ટિંગમાં હવે આરામદાયક પરિસ્થિતિ છે. દિલ્હી કરતા પણ આપણે વધુ ટેસ્ટ કરી રહ્યા છીએ.

સાજા થયેલા લોકો

193 લોકો સાજા થયા છે. જેમાં 24 કલાકમાં 18 લોકો સાજા થયા છે જેની SVP 8, સિવિલ 9, ફર્ન 1 દર્દી સાજુ થયુ છે. 211 સાજા થયા છે. પ્લાઝમાં જોનર બનીને પ્લાઝમાં થેરપી શરૂ થઈ જશે. SVP ખાતે પ્લાઝમા સ્ટડી સેન્ટરમાં મદદ મળશે.
વિજય નેહરાએ ઈમરાન ખેડાવાલાના સાજા થવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને વિપક્ષના નેતા બદરૂદ્દીન શેખના મોત માટે શોક વ્યક્ત કર્યો હતો. તેમના પરિવાર જલદી સાજો થાય તેવી પણ આશા વ્યક્ત કરી હતી. યુવાન છે અને સ્વસ્થ છે તે કોરોનાને મહાત આપી શકે છે પરંતુ સિનિયર સિટિજન, ડાયાબિટિસ, કિડની, ફેફસા, હાયપર ટેન્શનના દર્દીનો જીવ કોરોનાને કારણે જોખમમાં છે. લોકડાઉનમાં સંક્રમણ વધશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *