ગાંધીનગરગુજરાત

ગુજરાતની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 15મી માર્ચથી થશે શરૂ

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ, 2017માં લેવાનાર ધો.10, ધોરણ.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાાન પ્રવાહ સેમેસ્ટર-4ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષે વિદ્યાર્થી અને વાલીઓની રજૂઆતના પગલે પરીક્ષા એક સપ્તાહ મોડી લેવામાં આવશે. ગત વર્ષે 8મી માર્ચે પરીક્ષા શરૃ થઈ હતી જ્યારે આ વર્ષે પરીક્ષાનો પ્રારંભ 15 માર્ચથી થશે અને 30 માર્ચે પૂરી થશે. ધો.12 સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમને વિદાય આપવામાં આવી છે જેથી આ વર્ષે સેમેસ્ટર-4ની આ છેલ્લી પરીક્ષા રહેશે. બોર્ડની પરીક્ષામાં ધો.10માં 11 લાખ, ધો..12 સામાન્ય પ્રવાહમાં 5.14 લાખ તથા સાયન્સ સેમેસ્ટર-4માં 1.41 લાખ મળીને 17,55,012 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ 23,012 વિદ્યાર્થીઓ વધુ નોંધાયા છે. આ વર્ષે ધો.10માં 21,000 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં 2,012 વિદ્યાર્થીઓનો વધારો થયો છે.

Board-Exam-2017

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x