3 મહિના સુધી એરલાઇન્સ આ ફિક્સ ભાડું જ લઇ શકશે, જાણો કેટલા હશે ટિકિટ
નવી દિલ્હી :
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ 25 મે સુધી ઘરેલૂ ઉડાનો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ તેમણે એરફેરની સૌથી વધુ અને સૌથી ઓછી સીમા પણ નક્કી કરી છે. મંત્રાલય દ્વારા એરફેર પર લગાવવામાં આવેલ આ કેપ આવનારા 3 મહિના સુધી ચાલશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ દેશના સૌથી વ્યસ્ત રુટનું ઉદાહરણ આપતા જણાવ્યું કે દિલ્હીથી મુંબઇની વચ્ચે ન્યૂનતમ ભાડુ 3500 રૂપિયાથી લઇને સૌથી વધુ 10 હજાર રૂપિયા સુધી જ લેવામાં આવે. દિલ્હી મુંબઇની જેમ જ 25મેથી શરૂ થતી તમામ સેક્ટરની ફ્લાઇટના ભાડાની પણ સીમા નક્કી કરવામાં આવી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે મંત્રાલયનો પ્રયાસ રહેશે કે આ મુશ્કેલીના સમયે વધુમાં વધુ લોકો સસ્તા દરે એર ટિકિટ મેળવી પોતાના ગણતવ્ય સ્થાને પહોંચે. આ માટે તમામ જગ્યાઓનું સૌથી વધુ અને સૌથી ઓછું ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે એરલાઇન્સ એર ફેર વિભિન્ન ભાગોમાં વિભાજીત કરી તેનું વેચાણ શરૂ કરાશે. એરલાઇન્સે નિર્દેશ આપ્યો કે તે પોતાના બકેટ્સનું નિર્ધારણ મંત્રાલય દ્વારા નક્કી કરાયેલી સૌથી વધુ અને સૌથી ઓછા ભાડા મુજબ જ કરે. આ સિવાય એરલાઇન્સને તે પણ કહેવામાં આવ્યું છે કે તે 40 ટકા ટિકિટોનું વેચાણ મંત્રાલય દ્વારા નક્કી કરાયેલા સૌથી ઓછા ભાડા કરતા પણ ઓછું લે.
વધુમાં હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ભાડાને દ્રષ્ટીએ ફ્લાઇટ્સને સાત બ્લોક્સમાં વહેંચવામાં આવ્યા છે. આ બ્લોક્સના આધારે જ સૌથી વધુ અને સૌથી ઓછા ભાડાને નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કે પહેલા સેક્ટરમાં 40 મિનિટ સુધીની ફ્લાઇટ્સને જોડવામાં આવી છે. બીજામાં 40 થી 60 મિનિટની ઉડાન અને ત્રીજા બ્લોકમાં 60 થી 90 મિનિટની ઉડાન અને ચોથામાં 90 થી 120 મિનિટની ફ્લાઇટ્સ તથા 5માં બ્લોકમાં બે કલાકથી અને છઠ્ઠામાં 3 કલાકથી વધુ અને સાતમાં તેનાથી વધુ કલાકની ફ્લાઇટ્સને જોડવામાં આવી છે. તેમણે કહ્યું કે આ સમયે કોઇ પણ વ્યક્તિ દેશની એક જગ્યાથી બીજી જગ્યાએ જઇ શકે છે.