અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ ૨ કેસ આવ્યા સામે, કુલ આંક ૪ પર પહોંચ્યો
અમરેલી :
અમરેલી જિલ્લામાં લોકડાઉન દરમિયાન કોરોના કેસો નોંધાવા લાગેલ છે. જિલ્લામાં આજરોજ તા.૨૩ મે ના રોજ કોરોના વાયરસના આજના વધું ૨ પોઝિટિવ કેસ મળતા જિલ્લામાં કુલ ૪ કેસ નોંધાયેલ છે. આજે નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તત્ર સાબદું બની ગયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ખાતે 45 વર્ષીય મહિલા અને અમરેલીના ચાડિયા ગામના 42 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ અગાઉ અમરેલીમાં ટીમલાની વૃધ્ધા, બગસરાના યુવક બાદ આ વધુ બે કેસ સામે આવતા જિલ્લામાં ફફડાટ મચી ગયો છે. અમરેલીના ચાડિયામાં આવેલા 42 વર્ષીય પુરુષ અમદાવાદના બાપુનગર થી 20 મેં ના રોજ આવેલ હતા. તેમને તાવ, ખાંસીના લક્ષણો જણાતાં તા. ૨૧ થી સિવિલ અમરેલીમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ તેમનો ટેસ્ટ રિપોર્ટ લેવામાં આવેલ હતો. આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જ્યારે સાવરકુંડલાના નાના જિંજુડા ખાતે ૪૫ વર્ષીય મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ગઈકાલે કોરોનાના લક્ષણો જણાતાં સિવિલ ખાતે દાખલ કરાયા હતા. આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગની ટિમોએ બન્ને ગામોમાં તાબડતોબ સેનિટાઇઝ દવા છટકાવ અને આ દર્દીઓના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.