કોરોના વચ્ચે સરકારનો આદેશ : હવે ઓનલાઈન વર્ગો શરૂ થશે, 1થી 9માં એડમિશન પૂરા કરો.
ગાંધીનગર :
રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા કોવિડ 19 મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર આરોગ્યનું હિત ન જોખમાય તે રીતે શાળાઓ કેવી રીતે ચાલુ કરવી તે અંગેનો પરિપત્ર જાહેર કરાયો છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલુ કરવી તેની સૂચનાઓ પ્રસારિત કરી છે. નવું શૈક્ષણિક કાર્ય હોમ લર્નિંગ માટે લેવાયું છે. રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તારીખ 8-6-2020થી ધોરણ 1થી 9માં પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરવાની રહેશે. અને પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓની ડાયસમાં ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીઓ સંબંધિત કામગીરી માટે જરૂરી શિક્ષકોને હાજર રાખવાના રહેશે. શિક્ષકે ક્યારે હાજર રહેવું તેની શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે નક્કી કરાશે. 13 તારીખ સુધીમાં દરેક શાળાઓએ વિદ્યાર્થીઓને પુસ્તકો પહોંચાડવાના રહેશે. સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
15 જૂનથી ડીડી ગીરનાર ટીવી ચેનલ પર બળકો માટે શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ થશે. જેનું સમયપત્રક આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા હોમલર્નિંગ પ્રસારીત થશે. 3થી 5 માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ જ્યારે 6થી 8 માટે જીસીઈઆરટી દ્વારા અને ધોરણ 10 તથા 12 માટે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વાર ઓડિયો વિડિયો વિઝ્યુલ લર્નિંગ સેન્ટર તૈયાર કરવાનું રહેશે. હોમ લર્નિંગ દરમિયાન મધ્યાહન ભોજન માટે કુકીંગકોસ્ટ અે અનાજ વિતરણ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે.