ડોન દાઉદ ઈબ્રાહિમનું કોરોનાથી મૃત્યુ ? અટકળો તેજ.
કરાચી :
પાકિસ્તાનમાં છુપાયેલા અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમનું કોરોના વાયરસથી મૃત્યુ થયાની અટકળો તેજ થઈ છે. જો કે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ શકી. જણાવી દઈએ કે શુક્રવારે ઈન્ટેલિજેન્સ એજન્સીઓના હવાલેથી રિપોર્ટ આવ્યો હતો કે, દાઉદ અને તેની પત્ની કોરોના પૉઝિટિવ છે. રિપોર્ટ્સ અનુસાર, દાઉદ અને તેની પત્નીને કરાચીની આર્મી હૉસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવી છે. દાઉદના પર્સનલ સ્ટૉક અને ગાર્ડ્સને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
જો કે, દાઉદ ઈબ્રાહિમના કોરોના સંક્રમિત હોવાના રિપોર્ટ્સને તેના ભાઈ અનીસ ઈબ્રાહિમે ફગાવ્યો છે. અનીસે દાવો કર્યો કે ભાઈ સહિત પરિવારના તમામ સભ્યો સ્વસ્થ છે અને કોઈ પણ હોસ્પિટલમાં ભરતી નથી. જણાવી દઈએ કે અનીસ ઈબ્રાહિમ જ દાઉદની ડી-કંપનીને ચલાવે છે.
સમાચાર એજન્સી આઈએએનએસના અનુસાર, દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમે એક અજ્ઞાત જગ્યાએથી ફોન પર જણાવ્યું કે, દાઉદના પરિવારના તમામ સભ્યો સ્વસ્થ છે. તેના પરિવારમાં કોઈને પણ કોરોના વાયરસનું સંક્રમણ નથી થયું. અનીસ યૂએઈની લગ્ઝરી હોટલ અને પાકિસ્તાનમાં મોટો કંસ્ટ્રક્શન પ્રોજેક્ટ ઉપરાંત ટ્રાન્સપોર્ટનો બિઝનેસ પણ ચાલવી રહ્યો છે.