ગુજરાતરાષ્ટ્રીય

MLAને ધમકી કેસ: ATSએ પકડેલા શૂટરોની પોલીસ પૂછપરછ કરશે

ગાંધીનગર:
ગાંધીનગરમાં ઉતરાયણ મનાવવા આવેલા આંકલાવનાં ધારાસભ્ય અમિતભાઇ ચાવડાને ગેંગસ્ટર રવી પૂજારીનાં નામે ફોન પર ધમકી આપવા પ્રકરણમાં સેકટર 7 પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બોરસદનાં કોર્પોરેટર પર હુમલો કરનાર શાર્પશુટરોને અમદાવાદ એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવતા રવી પૂજારીનું કનેશન સામે આવતા ગાંધીનગર પોલીસ દ્વારા પણ આ શખ્સોની અમિત ચાવડાની ફરીયાદ અંતર્ગત પુછપરછ કરવામાં આવશે. એટીએસની પુછપરછમાં પણ ધારાસભ્યને ધમકીને લઇને વિગતો સામે આવી શકે છે.
આણંદનાં બોરસદનાં કોર્પોરેટર પ્રજ્ઞેશભાઇ પટેલ પર 13મી જાન્યુઆરીનાં દિવસે હુમલાની ઘટના બાદ 14મી જાન્યુઆરીએ ગાંધીનગરમાં બહેનનાં ઘરે ઉતરાયણ મનાવવા આવેલા બોરસદનાં રહેવાસી અને આંકલાંવનાં ધારાસભ્ય અમિતભાઇ ચાવડાને ધમકી ભર્યો ફોન આવ્યો હતો. જેમાં સામેનાં શખ્સે પોતાની ઓળખાળ ગેંગસ્ટર રવિ પુજારી તરીકે આપીને પ્રજ્ઞેશ પછી તેમનો નંબર હોવાની ધમકી આપી હતી. જે અંગેની ફરીયાદ સેકટર 7 પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી.
ત્યારે અમદાવાદ એટીએસને પ્રજ્ઞેશ પટેલ પર હુમલામાં સંડોવાયેલા 3 શખ્સોને ગુજરાત અને મહાષ્ટ્રથી પકડવામાં સફળતા મળતા ધારાસભ્યને ધમકીનાં કેસમાં પણ આ શખ્સોને કોઇ આદેશ મળ્યો હોય તેવી શકયતા નકારી શકાય નહી. રવી પુજારા દ્વારા સુરેશ પિલ્લઇ નામનાં શખ્સને હવાલા મોકલાતા હોવાનું એટીએસની પુછપરછમાં સામે આવ્યા બાદ ધારાસભ્ય અમિતભાઇ ચાવડાનાં નામે રવિ પુજારી દ્વારા સુરેશ પિલ્લવઇ સાથે કોઇ વાતચિત થઇ છે કે કેમ ? આ દિશામાં આગળનું પ્લાનીંગ શું હતુ ? સહિતનાં સવાલોનાં જવાબો આ શખ્સ પાસેથી મળી શકે છે. પોલીસ સુત્રોનાં જણાવ્યાનુંસાર આ કેસની પુછપરછ માટે આરોપીનાં ગાંધીનગર લવાય તેવી શકયતા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x