ગુજરાત

ભાવનગરમાં કોરોના બેકાબુ, 9 કેસ નોંધાતા ખળભળાટ

ભાવનગર :

કોરોના વાયરસ ભાવનગર શહેર અને જિલ્લામાં બેકાબુ બન્યો હોય તેમ જણાય રહ્યુ છે અને દિવસે દિવસે કેસ વધી રહ્યા છે. આજે મંગળવારે ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૯ પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામેલ છે. તમામ દર્દીઓેને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

હિરાની ઓફીસના મેનેજર, સર તખ્તસિંહજી હોસ્પિટલની નર્સ, કિડનીના દર્દી સહિતને કોરોનાની ઝપટે ઃ કોરોનાના કુલ ૧૬૧ દર્દી સાજા થયા, કોરોનાના કેસ વધતા લોકો ભયભીત

ભાવનગર શહેર-જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના વધુ ૯ પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨પ૭એ પહોંચી ગઈ છે, જેમાં પટેલ પાર્ક-૧, કાળીયાબીડ ખાતે રહેતા ૪૨ વર્ષીય ગીતાબેન ભરતભાઈ ઈટાલીયા, ક્રિષ્ના સોસાયટી, કાળીયાબીડ ખાતે રહેતા દંપતી ૫૨ વર્ષીય અલ્કાબેન ભૂપતભાઈ શેઠ અને ૫૪ વર્ષીય ભુપતભાઈ નયનચંદ શેઠ, કુંભારવાડા ખાતે રહેતા ૬૭ વર્ષીય ઈસાભાઈ અહેમદભાઈ મગરેબી, ભાવનગરમા નસગ હોસ્ટેલ ખાતે રહેતા ૨૩ વર્ષીય શિતલબેન હિંમતસિંહ સોલંકી, મહુવાના ભાદ્રા ખાતે રહેતા ૩૨ વર્ષીય રાજેશભાઈ દુલાભાઈ સીસારા, શિહોરના એશીયન પાર્ક, કંસારા બજાર ખાતે રહેતા ૪૫ વર્ષીય જયેશભાઈ પ્રાણલાલ કંસારા, વલ્લભીપુરના ફુલવાડી ખાતે રહેતા ૭૦ વર્ષીય ચમનભાઈ દલવાડીયા અને બુધેલ ગામ ખાતે રહેતા ૪૬ વર્ષીય રમેશભાઈ ભીમાભાઈ મોરી વગેરે દર્દીનો સમાવેશ થાય છે. તમામ દર્દીના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં.

દર્દી ગીતાબેનની ગઈકાલે સોમવારે તબીયત બગડી હતી, તેઓ અગાઉ પોઝિટિવ આવેલ જીવરાજભાઈ ઈટાળીયાના સંબંધી છે. દર્દી અલકાબેન, દર્દી ભુપતભાઈ થોડા દિવસ પૂર્વે પાર્થ સોસાયટીનામાં સંબંધીના ઘરે ગયા હતાં. ત્રણ-ચાર દિવસથી બંને દર્દીની તબીયત ખરાબ થતા ગઈકાલે સોમવારે હોસ્પિટલમાં દાખલ થયા હતાં. કોરોનાનો ચેપ કયાંથી લાગ્યો તે જાણવા મળેલ નથી. દર્દી ઈસાભાઈની ગત તા. ર૮ જુને તબીયત ખરાબ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તેઓને ચેપ કયાંથી લાગ્યો તે જાણવા મળેલ નથી. દર્દી શીતલબેન સ્ટાફ કર્વાટર નર્સિંગ હોમ ખાતે રહે છે અને તેઓ સર તખ્તસિંહજી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે તેથી તેઓને ફરજ દરમિયાન ચેપ લાગ્યો હોવાની શકયતા છે.

દર્દી રાજેશભાઈ ગત તા. ૧૭ જુને કલસાર ગયા હતા અને ગત તા. ર૪ જુને તેઓની તબીયત ખરાબ થઈ હતી, તેઓને ચેપ કયાંથી લાગ્યો તે જાણવા મળેલ નથી. દર્દી જયેશભાઈ ગત તા. ર૮ જુને મુંબઈથી આવેલ છે, તેઓ કિડનીના દર્દી હોઈ, ડાયાલીસીસ પહેલ સેમ્પલ લેવાનુ ફરજીયાત હોવાથી ટેસ્ટ કરવામાં આવતા રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓને મુંબઈથી ચેપ લાગ્યાની સંભાવના છે. દર્દી ચમનભાઈ સમરસ હોસ્ટેલમાં કોરોન્ટાઈન હતા, તેઓના પરિવારના વ્યકિતને અગાઉ કોરોના પોઝિટિવ આવ્યો હતો તેથી ચેપ લાગ્યો હોવાનુ જાણવા મળેલ છે. દર્દી રમેશભાઈ મારૃતી ઈમ્પેક્ષ ખાતે મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેઓ ગત તા. ર૭ જુને ઓફીસે ગયા હતા અને ગઈકાલે સોમવારે તેઓની તબીયત બગડી હતી. મારૃતી ઈમ્પેક્ષમાં અગાઉ પણ કેટલાક કર્મચારીને કોરોના થયો હોવાથી ત્યાંથી ચેપ લાગ્યા હોવાનુ જણાય રહ્યુ છે.

દર્દી રહે છે તે વિસ્તાર સેનેટાઈઝ, દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ ૨પ૭ કેસ નોંધાયા છે. હાલ ૭૯ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૬૧ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં ૧૩ દર્દીના મોત નિપજયા છે. જ્યારે ૩ દર્દીઓનુ કોરોનાની સાથે અન્ય બિમારીઓ હોવાના કારણે અવસાન થયેલ છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ ૯,૬૬૯ કોરોના સેમ્પલની ચકાસણી કરવામાં આવી છે. કોરોના કેસ વધતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

ભાવનગરમાં બે દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

ભાવનગરમાં આજે મંગળવારે બે કોરોનાના દર્દી સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેમા ગતતા.૨૦ જુનના રોજ બોટાદના મોતી વાડી ખાતે રહેતા ૬૮ વર્ષીય મંજુલાબેન ચુડાસમા અને તા.૨૦ જુનના રોજ સિહોરના વાલ્મિકીવાસ ખાતે રહેતા ૫૫ વર્ષીય દેવુબેન નૈયાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદશકા પ્રમાણે આ બન્ને દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદશકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ બન્ને દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી. આ બન્ને દર્દીઓને હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x