મનોરંજનરાષ્ટ્રીય

રિયા ચક્રવર્તી તેના ભાઈ શોવિક સહિત અન્ય આરોપીઓની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી.

મુંબઈ :
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ફસાયેલી રિયા ચક્રવર્તીને ડ્રગ્સ કેસ મામલે એનસીબીએ ધરપકડ કરી હતી. જે બાદ રિયાએ જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. પણ રિયાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. એટલું જ નહીં ભાઈ શોવિકની પણ જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે આ કેસમાં અન્ય આરોપીઓને પણ જામીન આપ્યા ન હતા. તમામ 6 આરોપીઓમાં રિયા, શોવિક, દીપેશ સાવંત, સેમ્યુઅલ મિરાંડા, જૈદ અને બાસિત પરિહારની જામીન અરજી નામંજૂર થઈ છે. જામીન અરજી મંજૂર ન થતાં હવ રિયાને 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવું પડશે.
મુંબઈની સેશન્સ કોર્ટ ગુરુવારે ડ્રગ્સ કેસના આરોપી ભાઈ-બહેન રિયા અને શૌવિકની જામીન અરજી પર કોઈ નિર્ણય કરી શકી ન હોવાથી હવે આજે આ કેસની સુનાવણી કરવામાં આવી હતી. રિયા-શૌવિકના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીનો એનસીબી દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. એનસીબીએ કહ્યું કે, ડ્રગ્સ કેસના મૂળિયા ઘણા ઊંડા હોવાથી વધુ તપાસની જરૂર છે. કેસ પૂરો થયો નથી. એનસીબીના અધિકારીઓ ચાર-પાંચ દિવસથી ઘેર પણ ગયા નથી, આ કેસની સતત તપાસ કરી રહ્યા છે. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટે આ કેસનો ચુકાદો સંભળાવતાં રિયા તેના ભાઈ શોવિક સહિત અન્ય આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી રદ થયા બાદ રિયાના વકીલ સતીશ માનશિંદેએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. માનશિંદેએ કોર્ટમાં જણાવ્યું હતું કે રિયાએ દબાણમાં આવીને પોતાનું નિવેદન આપ્યું છે. તેણે કોઈ ગુનો કર્યો નથી. મને આ બધું કહેવા માટે દબાણ કરાયું હતું.
ડ્રગ્સ કેસના આરોપી રિયાના ભાઈ શૌવિકે સુશાંતના ઘેર ડ્રગ્સનો સપ્લાય પૂરો પાડયો હોવાની કબૂલાત કરી લીધી છે. પોતાના કબૂલનામામાં શૌવિકે કહ્યું હતું કે ૧૬ માર્ચે રિયાએ મને મેસેજ કર્યો હતો અને જણાવ્યું કે સુશાંતને મારિજુઆના અને હેશની જરૂર છે. ત્યાર બાદ મેં અબ્દુલ બાસિતનો સંપર્ક સાધ્યો હતો અને તેની વ્યવસ્થા કરાવી આપી હતી. શૌવિકે જણાવ્યું કે માર્ચ મહિનામાં લોકડાઉન દરમિયાન મેં વિલાત્રા અને બાસિત પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું અને રિયાએ તેના પૈસા ચૂકવ્યા હતા. શૌવિકે કહ્યું કે મને યાદ છે કે ૧૫ એપ્રિલે સેમ્યુઅલ મિરાન્ડાએ વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો અને સુશાંત માટે ડ્રગ્સની વાત કરી હતી. ડ્ગ્સ માટે દીપેશ સાવંતે પણ મારો સંપર્ક સાધ્યો હતો. મેં મારી બહેન રિયા સાથે પણ આ જ સંબંધમાં વાત કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x