આજે સાંજે ૬ વાગે વડાપ્રધાન મોદી દેશને કરશે સંબોધિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. આ વિશે તેમણે ખુદ તેમના અધિકારીક ટ્વીટર હેન્ડલથી જાણકારી આપી છે. તેમણે જાણકારી આપતા કહ્યું કે, “આજે સાંજે 6 વાગ્યે દેશના નામે સંબોધન કરીશ. તમે જરૂર જોડાઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આજે જરૂરી એલાન કર્યું છે. તેમને જણાવ્યું છે કે આજે સાંજે છ વાગે તે દેશને સંબોધિત કરશે. દેશના નામે કરવામાં આવનાર સંબોધનમાં વડાપ્રધાન મોદી કયા મુદ્દા પર વાત કરશે એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી કોરોનાવાયરસ મહામારી મુદ્દા પર વાત કરી શકે છે કારણકે આવનાર તહેવારોની સિઝનને જોતા સરકાર ઈચ્છે છે કે આવા સમયે લોકો સાવધાની રાખે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ના આવા અચાનક રાષ્ટ્રધ્વજ સંબોધનથી લોકોમાં ઉત્સાહના સાથે-સાથે ડર પણ હોય છે. આના પાછળ નું કારણ છે નોટબંધીની જાહેરાત. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેટલીકવાર દેશના નામે આવું અચાનક સંબોધન કરી ચૂક્યા છે. કોરોના કાળમાં પણ પીએમ મોદીએ ઘણીવાર સંબોધન કર્યું હતું જેમાં લોકોને આ મહામારીમાં સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું હતું. 30 જૂનના રોજ રાષ્ટ્રને પોતાના છેલ્લા સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશને આત્મનિર્ભર બનવા માટે હાકલ કરી હતી. તેમણે લોકોને ‘સ્થાનિક લોકો માટે અવાજ’ બનવા જણાવ્યું હતું.