મનોરંજન

તે ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા ડૉન, તેઓ હવે મારું જીવન બરબાદ કરવા માંગે છે: મહેશ ભટ્ટની ભાણેજ વહુ

છેલ્લાં થોડાં મહિનાથી મહેશ ભટ્ટનું નામ વિવાદોમાં આવી રહ્યું છે. પહેલા સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં મહેશ ભટ્ટનું નામ આવ્યું હતું. હવે મહેશ ભટ્ટની ભાણેજ વહુ લુવિનાએ તેમની પર ગંભીર આક્ષેપો કર્યા છે. લુવિનાએ સોશિયલ મીડિયામાં બે મિનિટનો એક વીડિયો શૅર કર્યો છે. વીડિયોમાં લુવિનાએ કહ્યું હતું કે તેણે મહેશ ભટ્ટના ભાણેજ સુમીત સભ્રવાલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેનો પતિ ડ્રગ્સ સપ્લાય કરતો હોવાથી તેણે ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો છે. લુવિનાએ દાવો કર્યો હતો કે તેણે આ વીડિયો તેની તથા પરિવારની સલામતી માટે રેકોર્ડ કર્યો છે. લુવિનાએ વીડિયોમાં કહ્યું હતું,
મેં મહેશ ભટ્ટના ભાણેજ સુમિત સભ્રવાલ સાથે લગ્ન કર્યા છે પરંતુ ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો છે. સુમિત બોલિવૂડ એક્ટ્રેસિસ સપના પબ્બી તથા અમાયરા દસ્તુરને ડ્રગ્સ સપ્લાય કરે છે. આટલું જ નહીં તેના ફોનમાં અલગ-અલગ છોકરીઓની તસવીરો પણ છે. તે ડિરેક્ટર્સને છોકરીઓની તસવીર બતાવે છે અને પછી છોકરીઓ સપ્લાય કરે છે. મહેશ ભટ્ટ આ વાત સારી રીતે જાણે છે. મહેશ ભટ્ટ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા ડૉન છે. તેઓ આખી સિસ્ટમ ઓપરેટ કરે છે. જો તમે તેમના નિયમો માનો નહીં તો તેઓ તમારું જીવન દુષ્કર બનાવી દે છે. મહેશ ભટ્ટે અનેક લોકોનું જીવન બરબાદ કર્યું છે અને તેમને બેકાર બનાવી દીધા છે. તેમના એક ફોન કોલથી લોકો પોતાની નોકરી ગુમાવી દે છે.
મેં જ્યારથી કેસ ફાઈલ કર્યો ત્યારથી તેઓ મારી પાછળ હાથ ધોઈને પડ્યા છે. એકવાર તો તેઓ મારા ઘરમાં આવ્યા હતા અને મને ઘરેથી કાઢી મૂકવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ મારી ફરિયાદ લેતું નહોતું, અનેક પ્રયાસો બાદ મારી ફરિયાદ લેવામાં આવી પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વધુમાં લુવિનાએ કહ્યું હતું, ‘જો મારી સાથે કે મારા પરિવાર સાથે કંઈ પણ થાય તો તેની જવાબદારી મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, સુમિત સભ્રવાલ, સાહિલ સેહગલ તથા કુમકુમ સેહગલની રહેશે. લોકોને ખબર હોવી જોઈએ કે આ લોકો બંધ બારણે શું કરે છે, કારણ કે મહેશ ભટ્ટ એકદમ પાવરફુલ વ્યક્તિ છે.’

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x