આજે ફ્રાંસથી ગુજરાતમાં આવશે વધુ 3 રાફેલ વિમાનનો
ચીન સાથે સરહદે ભારે તંગદીલી વચ્ચે ભારતને ફ્રાંસ પાસેથી અવકાશી યોદ્ધો રાફેલ યુદ્ધ વિમાનોનો બીજો કાફલો મળવા જઈ રહ્યાં છે. આ યુદ્ધ વિમાનો ભારતને આજે મળવા જઈ રહ્યા છે. પહેલા તબક્કામાં પાંચ રાફેલ ભારતને મળ્યા છે. અને તે પણ ફૂલ લોડેડ. આ વિમાનો બાદ આજે તેનો બીજો કાફલો ભારત આવવાનો છે, અને બીજા કાફલામાં ત્રણ વિમાન સૌથી પહેલા ગુજરાતમાં આવશે. ઈન્ડિયન એરફોર્સને આજે રાફેલનો બીજો કાફલો મળી જશે. આજે રાફેલનો બીજો કાફલો ગુજરાત આવવાનો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.
ત્રણેય વિમાન જામનગર એરબેઝ પર ઉતરાણ કરશે, એટલું જ નહીં ત્રણેય રાફેલ વિમાન જામનગર ખાતે જ રાત્રિરોકાણ કરવાના છે, અને આવતીકાલે (ગુરુવારે) અંબાલા એરબેઝ પર જશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે ત્રણેય રાફેલ ફ્રાંસથી ઉડ્ડયન શરૂ કર્યા પછી 7364 કિમીની સફર અટક્યા વિના પૂરી કરશે. સાંજ સુધી ત્રણેય રાફેલ ગુજરાત આવી પહોંચવાની આશા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે આ ત્રણેય રાફેલ ગુજરાતના જામનગર એરબેઝ પર લેન્ડ કરશે. તેના આવતાની સાથે ભારતમાં રાફેલની સંખ્યા 8 થઈ જશે.
આગામી 2 વર્ષમાં ફ્રાંસ તમામ 36 ફાઈટર જેટ ડિલિવર કરશે. ભારતે ઈન્ડિયન એરફોર્સ માટે ફ્રાંસ સાથે 2016માં 58 હજાર કરોડમાં 36 રાફેલ ફાઈટર જેટની ડીલ કરી હતી. 36માંથી 30 ફાઈટર જેટ્સ હશે અને 6 ટ્રેનિંગ એરક્રાફ્ટ હશે. ટ્રેનર જેટ્સ ટુ સીટર હશે અને તેમાં પણ ફાઈટર જેટ્સ જેવા તમામ ફિચર હશે. એક ન્યૂઝ એજન્સીના અનુસાર, રાફેલની સાથે હવામાં ફ્યુલ ભરનારું ફ્રાંસના એરફોર્સનું સ્પેશિયલ જેટ પણ હશે. ગત 29 જુલાઈએ ફ્રાંસથી 5 રાફેલ ભારત આવ્યા હતા.