ગાંધીનગરગુજરાત

સરકારે એપ લોન્ચ કરી: ગુજરાતનું LIVE બજેટ મોબાઇલ એપ્લિકેશનમાં જોઇ શકાશે

કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરવા જઇ રહી છે. જો કે, ગુજરાત સરકારે એક સ્ટેપ આગળ વધીને ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે. જેમાં બજેટના તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાશે અને લોકો તેની માહિતી પોતાના મોબાઇલમાં જ મેળવી શકશે. પેપરલેસ બજેટથી રાજ્ય સરકારને 44 લાખ કાગળ અને 80 લાખ રૂપિયાની બચત થશે.

ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન લોંચ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, બજેટ માટે મોબાઇલ એપ્લિકેશન બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. કાગળની બચત ઉપરાંત ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે રાજ્યના કરોડો નાગરિકો બજેટની જોગવાઇઓ જાણી શકે તે માટે મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાઇ છે. 3જી માર્ચે વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ થનાર છે, ત્યારે આ એપ્લિકેશનમાં નાણામંત્રીનું બજેટ પ્રવચન લાઇવ નિહાળી શકાશે. તમામ બજેટ ડોક્યુમેન્ટ અને છેલ્લા 5 વર્ષના બજેટ પણ એપ્લિકેશન પર ઉપલબ્ધ કરાવાશે. ગુજરાતી-અંગ્રેજી બંને ભાષામાં બજેટ ડોક્યુમેન્ટ્સ ઉપલબ્ધ કરાશે. વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ કરવાની પહેલાના ભાગરૂપે પ્રથમ તબક્કે બજેટ પ્રવચન મોબાઇલ એપ્લિકેશન મારફતે લાઇવ કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની મંજૂરી બાદ એપ્લિકેશન તૈયાર કરાઇ છે.ગુજરાત સરકારના બજેટની મુખ્ય બુક અને અન્ય 73 જેટલા પ્રકાશનોના 55 લાખ જેટલા પેજ દર વર્ષે પ્રિન્ટ કરાતાં, પેપર અને નાણાં બંનેનો વ્યાપક વપરાશ થાય છે. જેથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા બજેટ ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી લાયબ્રેરી અને જરૂરી કચેરીઓ માટે માત્ર 20 ટકા પ્રકાશનો જ છપાશે, જેના કારણે પેપરની બચત થશે. એપ્લિકેશનમાં 5 વિભાગ રખાયા છે. સરકારના વાર્ષિક નાણાકીય પત્રક, આવકનું અંદાજપત્ર અને 27 વિભાગોના વિભાગ મુજબ બજેટ ઉપલબ્ધ કરાશે. બજેટની મહત્વની બાબતો, અંદાજપત્ર પ્રવચન, રસપ્રદ માહિતી પણ ગુજરાતી-અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ કરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x