યુજી-પીજી ફાઈનલ સેમેસ્ટર પરીક્ષાઓ માટે પણ ઓનલાઈન વિકલ્પ અપાશે
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી દ્રારા શિયાળુ સત્રની પરીક્ષાઓમાં યુજીમાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ ઓનલાઈન વિકલ્પ સાથે લેવાયા બાદ હવે ઉનાળુ સત્રની યુજી-પીજીની પરીક્ષાઓ પણ ઓનલાઈન વિકલ્પ સાથે લેવાશે.કોરોનાને પગલે સંપૂર્ણપણે ઓફલાઈન પરીક્ષાઓ લેવી મુશ્કેલ હોવાથી છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ પણ ઓનલાઈન અને ઓફલાઈન મોડમાં લેવાનાર છે.
કોરોનાને લઈને યુનિ.ઓમાં યુજી-પીજીના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર ખોરવાઈ ગયુ છે. યુજીમાં બીએ,બી.કોમ બીબીએ બીસીએ અને બીએસસી તથા બીએડી સહિતના કોર્સમાં સેમેસ્ટર-૧ની પરીક્ષાઓ કોરોનાને લીધે માર્ચમાં ઓફલાઈન મોડમા ન લેવાયા બાદ ઓનલાઈન લેવાઈ રહી છે ત્યારે હજુ પણ બીએ,બીએડ અને બીએસસીની સેમેસ્ટર-૧ની ઓનલાઈન પરીક્ષા બાકી છે.જેનું ટાઈમ ટેબલ થોડા દિવસમાં જાહેર કરાશે. યુનિ.દ્વારા બી.કોમ,બીબીએ-બીસીએ સેમેસ્ટર-૧ની પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવાઈ ચુકી છે અને જેમાં ૯૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
જ્યારે સેમેસ્ટર ૨ અને ૪ તથા ૬ના પરીક્ષા ફોર્મ હજુ ભરાઈ રહ્યા છે. યુજીમાં છેલ્લા સેમેસ્ટરની અને પીજીમાં છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ જુનમાં ઓનલાઈન મોડમાં શરૃ કરાશે તે પહેલા થોડા દિવસમા યુનિ.દ્વારા વિકલ્પ પસંદગી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ કરાશે. ઓફલાઈન મોડમાં હવે તમામ પરીક્ષાઓ જુનમાં જ લેવાય તેવી શક્યતા છે. યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-૧ની પરીક્ષાઓ પણ ૩૦ હજા