ગાંધીનગર સિવિલમાં ઇન્ડિયન એરફોર્સ એસોસિયેશન તથા સેકટર-૪ વસાહતના સહયોગથી લિંબુપાણી, થેપલા તથા પાણીની સેવા ચાલુ કરાઈ
ગાંધીનગર :
રાજ્યમાં કોરોનાવાયરસથી શહેરી વિસ્તારોમાં દિન પ્રતિદિન કેસ ઘટી રહ્યા છે, પરંતુ ગામડાંમાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. ત્યારે ગાંધીનગરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા કોરોના દર્દીઓ અને તેઓ ઘરના સભ્યો ને પણ જમવા નું ટિફિન તેમજ ફ્રુટ અને દવાઓ સુધીની વ્યવસ્થાઓ કરી રહી છે. ત્યારે છેલ્લા પાંચ દિવસ થી દરરોજ સાંજે ગાંધીનગર સિવિલ હોસ્પીટલ ના કેમ્પસ ખાતે ઇન્ડિયન એરફોર્સ એસોસિયેશન તથા સેકટર-૪ વસાહતના સહયોગથી કોરોના દર્દીઓને લિંબુપાણી, થેપલા તથા પાણીની સેવા ચાલુ કરવામાં આવેલ છે આ સેવાનો લાભ ઘણા દર્દી ઓ તથા તેના સગાસબંધીઓએ પણ લીધો. આ સેવા જીગ્નેશ પટેલ ( ઇન્ડિયન એરફોર્સ ) , ગુંજન પટેલ, પાર્થ પટેલ (ભાવીન) , સુનીલ સુથાર, મેહુલ પટેલ દ્વારા શરુ કરવામાં આવી હતી. જે હાલ સુધી અવિરતપણે ચાલી રહી છે. જેને પાટનગરવાસીઓ બિરદાવી રહ્યા છે.