આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

વાયુ પ્રદુષણ કંટ્રોલમાં નહી રહે તો કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક બનશે તેને રોકવી મુશ્કેલ બનશે

કોરોના સંક્રમણની ત્રીજી લહેરની શક્યતાઓને લઇને વાયુ ગુણવત્તા આયોગ પણ એલર્ટ થઇ ગયું છે. આયોગનું માનવું છે કે જો કોરોનાની ત્રીજી લહેર દરમિયાન વાયુ પ્રદુષણ કન્ટ્રોલમાં ન રહ્યું તો માનવ સ્વાસ્થ્ય પર તેની બેવડી વિપરીત અસર જોવા મળી શકે છે. જેને ધ્યાનમાં રાખીને આયોગે ચાર જૂનના રોજ વિશેષ બેઠક પણ બોલાવી હતી.
આ વર્ચ્યુઅલ બેઠકનો એજંડા કોરોના કાળ તેમજ શીયાળામાં એનસીઆર સહિત પર્વતિય ક્ષેત્રોમાં હવા સાફ રાખવાની રણનીતિ તૈયાર કરવાનો રહેશે. પુનર્ગઠન બાદ આયોગની આ પહેલી બેઠક છે.

જેમાં દરેક 18 સભ્યો સામેલ થશે. જોકે પુનર્ગઠન બાદ 18 સભ્યો વાળા આયોગને વધારીને 21 સભ્યો વાળુ આયોગ બનાવી દેવામાં આવ્યું છે. સપ્ટેમ્બરથી જ એનસીઆરના હવામાનમાં બદલાવ અને વાયુ ગુણવત્તા ખરાબ થવાની શરૂઆત થઇ જતી હોય છે.

ઓક્ટોબર મહિનામાં પરાળી સળગાવવાની ઘટના પણ જોર પકડવા લાગે છે. જે દરમિયાન વાયુ ગુણવત્તા ખરાબ થવા લાગે છે. આયોગનું માનવુ છે કે કોરોના સંક્રમણ સીધા ફેફસા પર અસર કરે છે. ઉપરથી પ્રદુષિત વાયુથી લોકોની પરેશાની વધવા લાગે છે.
એવામાં એ વાતને લઇને આયોગ મંથન કરશે કે કોરોના કાળમાં પ્રદૂષણને કેવી રીતે અટકાવી શકાય. એવી ચર્ચા છે કે આ બેઠકમાં પરાળી સળગાવવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. સાથે જ વાયુ પ્રદુષણ ન વધે તેના પર પણ ચર્ચા કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x