ગાંધીનગર

કોરોના ની ત્રીજી લહેરનો સામનો કરવા ગ્રાઉન્ડ લેવલે આયોજન કરાશે : સુરભી ગૌતમ DDO

ગાંધીનગર :

રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ ગામની દરેક વ્યક્તિને મળે તેમજ યોજનાઓની કામગીરી ઝડપી બની રહે તેવી કામગીરી કરાશે. ઉપરાંત કોરોનાની સભંવિત ત્રીજી લહેરમાં ગ્રામજનોને ઝડપી અને અસરકારક સારવાર મળી રહે તે માટેનું આયોજન કરાશે તેમ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ડીડીઓનો ચાર્જ સંભાળતા સુરભી ગૌતમે જણાવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા આઇએએસ અધિકારીઓની બદલીઓ કરાતા ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે સુરભી ગૌત્તમને મુકવામાં આવ્યા છે. નવા ડીડીઓ તરીકે ચાર્જ લેતા સુરભી ગૌત્તમ વર્ષ-2017 બેચના છે. તેઓની સૌ પ્રથમ પોસ્ટીંગ વિરમગામ ખાતે પ્રાંત અધિકારી તરીકે થયા બાદ બીજી પોસ્ટિંગ ગાંધીનગર જિલ્લા પંચાયતના ડીડીઓ તરીકે કરી છે. જોકે પ્રથમ વખત ડીડીઓ તરીકે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કામ કરશે. ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશનમાં બીઇ કરનાર ડીડીઓ મૂળ મધ્યપ્રદેશના સાન્તા ગામના વતની છે. ડીડીઓના જણાવ્યા મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની ઝડપી અમીલવારી ગ્રામ્ય વિસ્તારોમાં થાય તેમજ તેનો લાભ દરેકને મળે તે મુજબની કામગીરી કરાશે. ઉપરાંત ગ્રામ પંચાયત પણ લોકશાહી ઢબે લોકોના હિતમાં કામગીરી કરે તે મુજબની કામગીરી કરાશે.

ઉપરાંત કોરોનાની સભંવિત ત્રીજી લહેરમાં ગ્રામજનો ઓછા સંક્રમિત થાય તે મુજબનું આયોજન કરાશે. વધુમાં કોરોનાના ત્રીજી લહેરમાં ગ્રામજનોને નજીક અને ઝડપી સારવારનો લાભ મળી રહે તે મુજબનું પ્લાનિંગ જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારીની સાથે રહીને કરીશું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુને વધુ વેક્સિનેશનની કામગીરી થાય તે મુજબની પાયાની કામગીરી કરાશે. જિલ્લા વિકાસ અધિકારીએ ચાર્જ સંભાળતા જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપ પટેલે મુલાકાત કરીને ડીડીઓને આવકાર્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x