ગાંધીનગર

વાવોલમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતાં વસાહતીઓ હેરાન

Gandhinagar

ગાંધીનગર શહેર પાસે આવેલાં વાવોલ ગામમાં મોટી સંખ્યામાં વસાહતી વિસ્તાર આવેલો છે. ત્યારે વાહનચાલકોને અવર જવર માટે બનાવાયેલા માર્ગો ઉપર ગટરના ગંદા પાણી ફરી વળતાં પારાવાર હાલાકીઓનો સામનો કરીને પસાર થવાની નોબત આવી છે. ત્યારે તંત્ર દ્વારા પણ કોઇ જ કામગીરી કરવામાં નહીં આવતાં અવર જવર કરતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહિશોમાં પણ રોષ ઉભો થયો છે. જેથી સત્વરે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. ગાંધીનગ શહેર પાસે આવેલાં વાવોલ ગામનો વિકાસ થઇ રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં નવા વસાહતી વિસ્તારોનો ઉમેરો થઇ રહ્યો છે. આમ ગામમાં અને સોસાયટીઓમાં વસવાટ કરતાં રહિશોને અવર જવરમાં સુવિધા પ્રાપ્ત થઇ શકે તે માટે તંત્ર દ્વારા માર્ગો બનાવવામાં આવ્યા છે. ત્યારે સેક્ટર-પથી વાવોલ તરફ જવાના માર્ગ ઉપર રોજના અસંખ્ય વાહનચાલકો અવર જવર કરી રહ્યાં છે. રેલ્વે ફાટક બાદ આવેલાં માર્ગ ઉપર હરીનગર, ભૂમિપાર્ક સહિત અન્ય સોસાયટીઓની સાથે સાથે ગામના ગ્રામજનો મોટાભાગે આ માર્ગનો ઉપયોગ કરે છે. ત્યારે તાજેતરમાં થયેલાં વરસાદમાં આ માર્ગ બિસ્માર બની જવા પામ્યો છે. તો બીજી તરફ માર્ગની પાસે આવેલી ગટરો છેલ્લા ઘણા સમયથી ઉભરાઇ જતાં તેના ગંદા પાણી માર્ગ ઉપર આવી જાય છે અને અનેક મુશ્કેલીઓનો સામનો કરીને સ્થાનિક રહિશોને અવર જવર કરવી પડી રહી છે. આમ તંત્ર દ્વારા આયોજન પુર્વકની કામગીરી કરવામાં નહીં આવતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું હાલમાં આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. ગટરના ગંદા પાણી માર્ગો ઉપર ફરી વળતાં સમગ્ર રસ્તો બેટમાં ફેરવાયો હોય તેવું નજરે પડી રહ્યું છે. આમ સત્વરે તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ આવે અને ગટરનું ગંદુ પાણી અટકાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x