રાષ્ટ્રીય

ઈન્ડિયન નેવીને મળ્યુ પહેલુ સ્વદેશી વિમાન વાહક જહાજ ‘INS વિક્રાંત’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલુ સ્વદેશી વિમાન વાહક યુદ્ધ જહાજ INS Vikrant નૌસેનાને સોંપ્યુ. INS Vikrantની ખાસ વાત એ છે કે આ એક સ્વદેશી યુદ્ધ જહાજ છે. આને 2009માં બનાવવાનુ શરૂ કરવામાં આવ્યુ હતુ.

હવે 13 વર્ષ બાદ આ નૌસેનાને મળ્યુ છે. ક્રૂ મેમ્બરના લગભગ 1,600 સભ્યો માટે ડિઝાઈન કરવામાં આવેલુ અંદાજિત 2,200 રૂમ ધરાવતુ દેશનુ અત્યાર સુધીનુ સૌથી મોટુ અને પહેલુ સ્વદેશી વિમાન વાહક જહાજ INS વિક્રાંત આજે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યુ. પીએમ નરેન્દ્ર મોદી કેરળના કોચિનમાં આજે આઈએનએસ વિક્રાંતને દેશને સોંપ્યુ. આ ભારતના સમુદ્રી ઈતિહાસમાં અત્યાર સુધીનુ સૌથી મોટુ જહાજ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x