ગાંધીનગર

શહેરના ડેપોમાં જ 251 બસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો 

એસટી નિગમ દ્વારા શહેરના એસટી ડેપો ખાતે રૂ.75 કરોડના ખર્ચે નવી 251 સુપર એક્સપ્રેસ બસો દાખલ કરવામાં આવી હતી. જોકે, નિગમ દ્વારા તમામ ડેપોને તબક્કાવાર નવી સુપર એક્સપ્રેસ બસો ફાળવવામાં આવશે. નવી બસો આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવી છે. વર્ષ-2021-22ના બજેટમાં રાજ્ય સરકારે 1000 નવી બસો ખરીદવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને રૂ.310 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. જેમાં નિગમ દ્વારા મુસાફરોની હાલની માંગને ધ્યાને રાખીને બસો ખરીદવાની રહેશે.

જેમાં એસટી નિગમ દ્વારા 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી, 200 સ્લીપર કોચ બસોનો સમાવેશ થાય છે. જો કે એસટી નિગમ દ્વારા તબક્કાવાર બસોની ખરીદી કરવામાં આવી રહી છે. હાલમાં સુપર એક્સપ્રેસ 500માંથી 251 બસો પ્રથમ તબક્કામાં રૂ. 75 કરોડના ખર્ચે ખરીદવામાં આવી છે. એસટી નિગમ દ્વારા ખરીદવામાં આવેલી નવી 251 એક્સપ્રેસ બસોને મુસાફરોની સેવામાં દાખલ કરવાનો કાર્યક્રમ શહેરના એસટી ડેપો ખાતે યોજવામાં આવ્યો હતો. નવી શરૂ કરાયેલી બસો રાજ્યના તમામ ડેપોને ફાળવવામાં આવશે.

એસટી નિગમ દ્વારા મુસાફરોની સેવા માટે નવી સુપર એક્સપ્રેસ બસો શરૂ કરવામાં આવી છે. તેમાં પચાસ મુસાફરો માટે હાઈ બેક શીટ, કંડક્ટર પાર્ટીશન, રિવર્સ પાર્કિંગ સેન્સર, વાહન લોકેશન ટ્રેકિંગ અને પેનિક બટન, સલામતી માટે બે અગ્નિશામક સહિતની ઘણી સુવિધાઓ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x