ચૂંટણી પંચ આગામી સપ્તાહે રાજકીય પક્ષો સાથે બેઠક કરશે
ભારતનું ચૂંટણી પંચ 26-27 સપ્ટેમ્બરે ગુજરાત આવી રહ્યું છે. ચૂંટણી કમિશનર આ પક્ષનો ભાગ બને તેવી શક્યતા છે અને ગુજરાતના રાજકીય પક્ષોને મળી રહ્યા છે. ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણી છે તેવા સંકેત રાજકીય પક્ષોની બેઠકમાંથી મળી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાતમાં 15મી ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થશે અને આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીની તારીખો નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં આવી શકે છે.
ગુજરાતમાં દિવાળીનો તહેવાર લાંબો ચાલતો હોવાથી મતદાનની ટકાવારી પર તેની વિપરીત અસર પડી શકે છે. આથી નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.ગત સપ્તાહની શરૂઆતમાં ચૂંટણી પંચના અધિકારીઓ આવ્યા હતા અને ગુજરાત વહીવટીતંત્ર સાથે મુલાકાત કરી હતી.તેમણે ગુજરાતમાં વહીવટીતંત્રની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં જરૂરી મતદાન મથકો, ઈવીએમ, કર્મચારીઓ અને સુરક્ષા દળોની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી પંચના અધિકારીઓ સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યના અન્ય ભાગોની પણ મુલાકાત લઈ શકે છે.