ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

CM રૂપાણીએ ભાંગરો વાટ્યો, એશિયાડમાં ગોલ્ડ મેડલ વિનર સરિતાને 2 કરોડને બદલે આપ્યા 1 કરોડ.

ગાંધીનગર,
ઇન્ડોનેશિયાના જાકાર્તામાં ચાલી રહેલી એશિયાન રમતોત્સવમાં ગુજરાતની આદિવાસી દિકરી સરિતા ગાયકવાડે 4-400 મીટરની દોડમાં ગોલ્ડમેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાયું તેના માનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તેમને એક કરોડ રોકડા ઇનામ તરીકે આપવાની જાહેરાત કરી છે. પરંતુ સરકારની રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગની વેબસાઇટ પર મૂકાયેલી માહિતી સાચી હોય તો સરિતા 1 કરોડ નહીં પણ 2 કરોડની હક્કદાર ખેલાડી છે. કેમ કે વેબસાઇટ પર જણાવાયું છે કે એશિયાન રમતમાં ગોલ્ડ મેડલ જીતનારને 2 કરોડ મળશે. શું મુખ્યમંત્રીને તેની જાણ ના કરાઇ? શું અધિકારીઓએ મુખ્યમંત્રીને જાણીજોઇને અંધારામાં રાખ્યા? કે પછી રૂપાણી સરકારનું ભોપાળું છે?
ગુજરાત સરકારે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા વેબસાઇટ પર કયા રમતોત્સવમાં કયો મેડલ જીતવાથી સરકાર કેટલું ઇનામ આપશે તેની જાણકારી અને રકમ પણ લખી છે. જેમાં એશિયાન રમતોમાં ગોલ્ડ
મેડલ મળે તો 2 કરોડ, કોમનવેલ્થમાં જીતે તો 1 કરોડ મળે અને ઓલ્મિપિકમાં ગોલ્ડમેડલ જીતે તો 5 કરોડ આપવાની જાહેરાત પોલીસી પ્રમાણે કરેલી જ છે ત્યારે જો સીએમઓ દ્વારા કે અધિકારીઓએ આ વેબસાઇટ જોઇને મુખ્યમંત્રીને જાણ કરી હોત તો તેને 2 કરોડ મળી શક્યા હોત. સીએમઓ દ્વારા એમ કહેવાયું છે કે કુલ રોકડ રકમ 1 કરોડ જ છે. રમતગમત વિભાગ અન્ય કોઇ પ્રોત્સાહન આપે તો અલગ. આમ આદિવાસી યુવતી સરિતાને ગોલ્ડ મેડલ માટે રોકડ ઇનામ આપવામાં પણ રૂપાણી સરકાર ગોટે ચઢી ગઇ છે. વેબસાઇટમાં 2 કરોડ, રૂપાણી દ્વારા 1 કરોડ તો ખરેખર સરકારની રોકડ રકમના ઇનામની પોલીસી શું છે તે સ્પષ્ટ થવુ જોઇએ એમ સ્પોર્ટ સાથે જોડાયેલા વર્તુળો માની રહ્યાં છે. વેબસાઇટમાં જે રકમ મૂકવામાં આવી છે તે જે તે વખતે સરકારે ચર્ચા કરીને નક્કી કરી હશે. હવે જ્યારે ગોલ્ડ મેડલ મળ્યો છે ત્યારે આદિવાસી દિકરીને અન્યાય ના થાય અને 1 કરોડ નહીં પણ 2 કરોડ મળે તેવો સુધારો રૂપાણી સરકારે કરવો જોઇએ. નહીંતર એમ થશે કે ગોલ્ડમેડલમાં પણ આધિવાસી દિકરી સાથે ઘોર અન્યાય થયો કહેવાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x