ગાંધીનગર

પાણી વગરની રૂપાણી સરકાર અને ભાજપના મળતીયાઓએ ગુજરાતની જનતાનું શોષણ કરી ગુજરાતને ખુબજ ઊંડી ખાઈમાં ધકેલી દીધુ : સુર્યસિંહ ડાભી

ગાંધીનગર :

પાણી વગરની રૂપાણી સરકાર અને ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓએ ગુજરાતની જનતાનું શોષણ કરી ગુજરાતને ખુબજ ઊંડી ખાઈમાં ધકેલી દીધેલ છે. પોતાની નિષ્ફળ નીતિઓ અને ભ્રષ્ટાચારને છુપાવવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગુજરાતના સરકારના મહેસુલ તથા ગૃહ વિભાગના કર્મચારીઓએ છેલ્લા વીસ પચીસ વર્ષના સમય દરમ્યાન ખુબજ ભ્રષ્ટાચાર કર્યો છે તેવુ શરમજનક નિવેદન આપ્યું છે. આ વીસ પચીસ વર્ષના સમય ગાળામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો શાસન કાળ પણ સમાવિષ્ટ હતો.

આવા કર્માંચારીયોનું મનોબળ તોડતા નિવેદનના વિરોધમાં ગાંધીનગર જીલ્લા કોંગ્રેસ તથા ગાંધીનગર શહેર જીલ્લા કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ ૨/૧/૨૦૧૯ બુધવારે સવારે ૧૦;૦૦ કલાકે, સત્યાગ્રહ છાવણી, સે.૬ ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી સુર્યસિંહ ડાભીની આગેવાનીમાં ધરણા તથા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ પક્ષ તરફથી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી તથા ગુજરાત સરકારના કર્મચારીઓનું મનોબળ તોડતા નિવેદનો આપવાથી દુર રેહવા ચીમકી આપી હતી.

સદર કાર્યક્રમમાં શહેર પ્રમુખ ડો.કૌશિકભાઈ શાહ, ધારાસભ્યશ્રી ડો.સી.જે.ચાવડા,પ્રદેશ મહામંત્રીઓ ડો. હિમાંશુભાઈ પટેલ, શ્રી નીશીતભાઈ વ્યાસ, જી.પ પ્રમુખ મંગુબેન ચૌધરી, ભુપેન્દ્રસિંહ રાઠોડ, જગતસિંહ ચોહાણ,પ્રવીણસિંહ ઠાકોર, ગીરવતસિંહ ચાવડા, અરવીન્દ્સિંહ સોલંકી,જગતસિંહ ઝાલા, ભાવીનસિંહ ઠાકોર સહીતના કાર્યકરો –આગેવાનો ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવું જીલ્લા કોંગ્રેસની અખબારી યાદીમાં મહામત્રી શ્રી વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x