સવર્ણ અનામત ખરડા પર રાજ્યસભામાં ચર્ચા, જાણો શું કહ્યું વિપક્ષોએ.
નવી દિલ્હી:
નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સવર્ણોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવાનો ખરડો બુધવારે રાજ્યસભામાં રજૂ કરાયો. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતે આ બિલ રાજ્યસભામાં રજૂ કર્યું હતું. આ ખરડાની ચર્ચા દરમિયાન વિપક્ષે માગ કરી કે બંધારણ સંશોધન ખરડાને સિલેક્ટ કમિટીની પાસે મોકલવામાં આવે. વિપક્ષે કહ્યું કે અમે બિલના વિરૂદ્ધમાં નથી પરંતુ તેને જે રીતે રજૂ કરાયું તેના વિરૂદ્ધમાં છીએ. સરકારે કહ્યું કે વિપક્ષ જાણી જોઈને ખરડો પસાર કરવાના માર્ગમાં વિઘ્નો નાંખે છે. આ વચ્ચે સમાજવાદી પાર્ટીની માગ છે કે OBCને પણ 54% કોટા આપવામાં આવે.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું- તમે ખરડામાં રહેલી 8 લાખની મર્યાદા પર સવાલ ઉઠાવો છો. અમે બંધારણમાં બદલાવને લઈને પગલું ઉઠાવ્યું છે કે આર્થિક રૂપથી પછાત સવર્ણોને 10% અનામત આપવું પડશે. આ રાજ્યોનો અધિકાર છે કે આવકની મર્યાદા 8 લાખ રાખે કે તેનીથી ઓછી કરી દે.
ભાજપઃ તમામે માત્ર જાહેરાત જ કરી, મોદી સરકારે કરી દેખાડ્યું
– ભાજપના સભ્ય પ્રભાત ઝાએ કહ્યું કે- મંડલ કમીશનના રિપોર્ટમાં કહેવાયું હતું કે સામાન્ય વર્ગમાં ગરીબો માટે અનામતની વ્યવસ્થા હોય. તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હારાવ પણ આવું જ ઈચ્છતા હતા. માત્ર નરેન્દ્ર મોદીએ તેને પૂરું કર્યું. દરેક રાજકીય પક્ષે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે સામાન્ય વર્ગના ગરીબો માટે તેઓ અનામત આપશે. પરંતુ તેને માત્ર મોદી સરકારે જ પૂરું કર્યું. આપણે વિકાસ માટે સાથે ઊભું રહેવું જોઈએ.
– રવિશંકર પ્રસાદે કહ્યું- તમે અમને સવાલ પૂછી રહ્યાં છો કે હાલ આ બિલને કેમ લાવી રહ્યાં છો. તમને કોણે રોક્યા હતા આ બિલ લાવવા માટે. આપણે બધાં રાજકીય કાર્યકર્તા છીએ અને હું માનુ છું કે આ મુદ્દાને સમજવાનો પ્રયાસ તમામે કર્યો છે.
કોંગ્રેસઃ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ચૂંટણી જીત્યાં હોત તો આ બિલ ન આવ
– કોંગ્રેસ સભ્ય આનંદ શર્માએ કહ્યું- તમે રાજકારણ માટે ટ્રિપલ તલાક બિલ લાવ્યાં, મુસ્લિમ મહિલાઓની વાત કરી. પરંતુ બીજી મહિલાઓનું શું થશે? જો તમે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ચૂંટણી ન હાર્યા હોત તો આ સવર્ણ અનામત ખરડો ક્યારેય ન લાવત. જ્યારે તમે જીતી ન શક્યા તો તમે આ અંગે વિચાર્યું. ભાજપને હવે થયું કે થોડીક ભૂલ કરી રહ્યાં છીએ. કેટલાં લોકો 8 લાખથી વધુ કમાય છે? સાચું એ છે કે લોકોની પાસે રોજગાર જ નથી. લોકોનો રોજગાર ઝુંટવામાં આવી રહ્યાં છે. અમે બિલનો વિરોધ નથી કરતા, કેમકે અમે પણ આ મુદ્દાનું સમર્થન કરીએ છીએ.
– કપિલ સિબ્બલે કહ્યું- તમે બંધારણનું માળખું બદલવા જઈ રહ્યાં છો અને તમે એ પણ નથી જાણતા કે બિલ સિલેક્ટ કમિટીમાં ચર્ચા માટે જાય. તમે એ નથી ઈચ્છતા કે બધાંની સલાહ બાદ જ આ બિલ પાસ થાય. 5 વર્ષ હતા તમારી પાસે પહેલાં લઈ આવ્યાં હોત અને આ બિલ સિલેક્ટ કમિટી પાસે જાત ત્યારે બધાંની મંજૂરીથી પસાર થઈ જાત. હાલ આ ખરડો કેમ લાવ્યાં છો, તે તો બધાં જ જાણે છે.
સપા- તમે જો ઈમાનદાર હોત તો 2-3 વર્ષ પહેલાં ખરડો લાવત
સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવે કહ્યું કે, તેમની પાર્ટી આ બિલનું સમર્થન કરે છે. પરંતુ સરકાર આ બિલ ગમે ત્યારે લાવી શકતી હતી પરંતુ સરકારનું લક્ષ્ય આર્થિક રીતે ગરીબ સવર્ણોને મદદ કરવાનું નહીં પરંતુ લોકસભાની 2019ની ચૂંટણી છે. જો તેમના દિલમાં ઈમાનદારી હોત તો તેઓ 2-3 વર્ષ પહેલાં જ આ બિલ લઈ આવી હોત. યાદવે કહ્યું કે, આ બિલ સુપ્રીમ કોર્ટની અગ્રણી બેન્ચ વિરુદ્ધ છે અને કોર્ટ તેને અપહોલ્ડ પણ કરી શકે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, નોકરીઓ છે જ નહીં તે સમયે અનામત આપવી પણ દગાખોરી છે. યાદવે કહ્યું કે, સરકારે ખાનગી ક્ષેત્રે અનામતની જોગવાઈ કરવી જોઈએ કારણકે સરકારી ક્ષેત્રે તો કોન્ટ્રાક્ટથી કામ થાય છે. નોકરીઓ સતત ઘટી રહી છે.
AIADMK: બંધારણનું ઉલ્લંઘન કરનાર કાયદો ન બનાવી શકે
– અન્નાદ્રમુકના સભ્ય એ નવનીતકૃષ્ણને કહ્યું કે- સંસદ એવો કાયદો ન બનાવી શકે જે મૂળ બંધારણના માળખાનું ઉલ્લંઘન કરે. અનેક નિર્ણયો મુજબ આ સંસદની પાસે વાસ્તવિક અધિકાર નથી કે તેઓ એવા ખરડાને પાસ કરે જે બંધારણના મૌલિક ઢાંચાનું ઉલ્લંઘન કરતું હોય. અનામત મૌલિક ઢાંચો છે.
તૃણુમૂલઃ નિષ્ફળતાની સ્વીકરોક્તિ છે આ બિલ
– TMC સભ્ય ડેરેક ઓ બ્રાયને કહ્યું કે- હું આ સરકારને ચેતવણી આપવા માંગુ છું કે જેવી અમે નોટબંધી સમયે આપી હતી. અમે કહ્યું હતું કે તમારે સુપ્રીમ કોર્ટને જવાબ આપવો પડશે. તેઓ તમને પૂછશે કે તમે શું સર્વે કર્યો છે, બિલ માટે તમારી પાસે કયા આંકડા છે, રોજગાર ક્યાં છે. આ કોટા બિલ આ વાતની સ્વીકરોક્તિ છે કે તમે રોજગાર ઊભો કરવામાં નિષ્ફળ રહ્યાં છો. આવનારા સમયમાં ગઠબંધન સરકાર આવશે, જેની પાસે કોમન મિનિમમ પ્રોગ્રામ હશે. હાલની સરકાર એક પાર્ટીની સરકાર છે, જેની પાસે મેક્સિમમ કન્ફ્યૂઝ પ્રોગ્રામ છે.
BJD: આ બિલ વ્યવહારિક નથી
– BJDના સભ્ય પ્રસન્ન આચાર્યએ કહ્યું કે- તમે સરકારી નોકરીઓ અને શૈક્ષેણિક સંસ્થાઓમાં 10% અનામત દેવા જઈ રહ્યાં છો. પરંતુ અહીં 90% લોકો એવાં છે જેઓ આ લિમિટથી બહાર છે. એટલા માટે આ બિલ વ્યવહારિક નથી.
કોંગ્રેસ-સપાના સમર્થનથી સરકારનો રસ્તો સરળ બનશે
1.રાજ્યસભામાં સાંસદોની હાલની સંખ્યા 244 છે. બિલ પસાર કરવા માટે બે તૃતિયાંશ સાંસદો એટલે કે 163 વોટની જરૂર હોય છે. ભાજપ 73 સહિત એનડીએ પાસે 88 સાંસદ છે. કોંગ્રેસના 50, સપાના 13, બસપાના 5, એનસીપીના 4, આપના 3 સભ્યોનું બિલને સમર્થન છે. તેમની સંખ્યા 74 થાય છે. આ રીતે એનડીએ અને બિલને સમર્થન કરતાં વિપક્ષી સાંસદોની કુલ સંખ્યા 162 થાય છે. 13-13 સાંસદો વાળી તૃણમૂલ, અન્નાદ્રુમક અથવા બીજેડીના 9, ટીડીપીના 6 અને ટીઆરએસના 6માંથી કોઈ એકના સમર્થન કરવાથી પણ આ બિલ રાજ્યસભામાં પસાર કરી શકાશે.
2.રાજ્યસભામાં હાલ સાંસદોની સંખ્યા 244
બિલ પસાર કરવા માટે જરૂરી વોટ 163
એનડીએ 88+ કોંગ્રેસ અને અન્ય પક્ષના 74= 162
3.
NDAના સભ્યો
ભાજપ 73
જેડીયુ 6
શિવસેના 3
અકાળી 3
આરપીઆઈ 1
બોડોલેન્ડ ફ્રન્ટ 1
એસડીએફ 1
કુલ 88