ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીયવેપાર

સપ્તાહના છેલ્લા દિવસે સોના – ચાંદીના ભાવ ગબડ્યા

નવી દિલ્હી :

બકરી ઈદના અવસરે એક દિવસની રજા બાદ સપ્તાહના અંતિમ દિવસે સોનાએ તેજી ગુમાવી હોય તેવું લાગી રહ્યું છે. કેટલાય દિવસોની તેજી બાદ આજે ફરીથી સોનું 58,000ના સ્તરની નીચે સરકી ગયું છે. જો કે, ચાંદીમાં તેજી કાયમ છે, પરંતુ ભાવ ઘટ્યા છે. આજે સવારે 10.30 વાગ્યે MCX પર ઓગસ્ટના વાયદાનું સોનું 0.05 ટકાના ઘટાડા સાથે 57,987 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ સપ્ટેમ્બરના વાયદાનું ચાંદી 0.18 ટકાના વધારા સાથે 69,722 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં મહત્વનું છે કે નવા આર્થિક વર્ષમાં સોનાએ છેલ્લા 6 મહિનાની અંદર બે વાર નવી નવી રેકોર્ડ સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ મત 61,552 રુપિયાના સ્તરે બનાવી છે.

આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ઓગસ્ટના વાયદાનું સોનું 0.05 ટકાના ઘટાડા સાથે 57,987 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ સપ્ટેમ્બરના વાયદાનું ચાંદી 0.18 ટકાના વધારા સાથે 69,722 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ સતત દોઢ-બે મહિને સોનું નવી નવી રેકોર્ડ કિંમતની સપાટી બનાવી રહ્યું છે. તેવામાં છેલ્લે એટલે કે 5 મે 2023ના રોજ સોનાએ ફરી અસામાન્ય રીતે ઉછળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી હતી. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું 61,552 રુપિયા પર ટ્રેડ થયુ હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x