આંતરરાષ્ટ્રીયગાંધીનગરગુજરાતરાષ્ટ્રીયવેપાર

ધોલેરામાં ફોક્સકોન એકલે હાથે ચિપ પ્લાન્ટ સ્થાપશે : અગાઉ થયેલા 1.54 લાખ કરોડ કરતાં વધુ રોકાણ કરશે

ગાંધીનગર :

ગુજરાતમાં ધોલેરા ખાતે 1.54 લાખ કરોડના રોકાણ થકી સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટેના એમઓયુ કરનાર વેદાંતા-ફોક્સકોનના સંયુક્ત સાહસમાં ભંગાણ પડ્યું છે. વેદાંતા સાથે આર્થિક બાબતોને લઇને થયેલા મતભેદો બાદ ફોક્સકોન હવે દરેક રીતે વેદાંતાથી અલગ થઇ ગયું છે. આ કારણોસર ગુજરાતમાં થયેલા કરારોને મોટો ફટકો પડે તેમ છે. જો કે ગુજરાત સરકારનાં સૂત્રો કહે છે કે હવે ફોક્સકોન એકલું જ ગુજરાતમાં રોકાણ કરશે. સરકારના સૂત્રો જણાવે છે કે એક મહિના પહેલાં જ જ્યારે આ ભંગાણની શરૂઆત થઈ હતી, ત્યારે ગુજરાત સરકારનું એક પ્રતિનિધિમંડળ તાઇવાન જઇને ફોક્સકોનના પ્રતિનિધિઓને મળી આવ્યું છે. અમેરિકન ચિપ જાયન્ટ માઇક્રોને ગુજરાતમાં એકલા હાથે જ પ્રવેશવાનો નિર્ણય લીધો હોઇ ફોક્સકોન પણ ગુજરાતમાં એકલું જ આવશે. અગાઉ થયેલા 1.54 લાખ કરોડ કરતાં વધુ રકમના રોકાણના એમઓયુ આવતા સપ્ટેમ્બર માસની પૂર્ણાહુતિ સુધીમાં થઇ જશે. ગુજરાત સરકારે આ માટે ગયા સપ્ટેમ્બર માસમાં જ કરારો કર્યાં હતા પરંતુ ભારત સરકારે વેદાંતા- ફોક્સકોને કરેલા કરાર બાદ તેમને ટેકનોલોજી પાર્ટનર ન મળતા પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી ન હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x