જાફરાબાદ તાલુકાના લોર ગામના મથુરભાઈ હડીયાના મકાનમા દીપડો ઘુસ્યો.
જાફરાબાદ :
જાફરાબાદ તાલુકાના લોર ગામના મથુરભાઈ હડીયાના રહેણાંક મકાનમા આવેલ રસોડામા વહેલી સવારે દીપડો ઘુસી જતા પરિવારના લોકો દિપડાને જોઇ જતા રસોડાનુ બારણુ બંધ કરી દીપડાને પુરી દીધો હતો. અને થોડીવાર માટે અફડાતફડી સર્જાઇ હતી. ત્યાર બાદમા રાજુલા રેન્જ વનવિભાગની ટીમને જાણ કરતા આર.એફ.ઓ.ની ટીમ અને રેસ્ક્યુની ટીમ દ્વારા તાત્કાલિક પાંજરૂ ગોઠવી દેવાયુ હતુ અને રેસ્ક્યુ ઓપરેશન કરી પાંજરે પુરી દીધો હતો. વહેલી સવારે લોર ગામમા દીપડાના સમાચારથી આખુ ગામ એકઠુ થયુ હતુ. દીપડાને જોવા માટે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને ત્યારબાદ વનવિભાગએ દીપડાને પાંજરે પુરી બાબરકોટ નર્સરી ખાતે ખસેડવામા આવ્યો હતો. જ્યા હજુ ખેરા ગામના દીપડાની સારવાર શરૂ છે. ત્યા ફરીવાર બીજા દીપડાને પણ બાબરકોટ નર્સરી ખાતે લઈ જવાયો છે. સાથે સાથે આ બંને દીપડાને થોડા દિવસ બાદ જંગલ વિસ્તારમા ફરીવાર છોડવામા આવશે. આ પ્રકારે દિન પ્રતિદિન દીપડાઓ ગ્રામ્ય વિસ્તારના રહેણાંકમા આંટાફેરા મારી રહ્યાં છે. તેવા સમયે લોકોની મુશ્કેલી આગામી દિવસોમા વધી શકે છે. જે રીતે દીપડાઓ ઘરમા ઘુસી જવાની ઘટનાને લઈને રાજ્ય સરકાર અને વનવિભાગ દ્વારા તાકીદે દીપડાઓના લોકેશન લઈને ગામડાથી દુર ખસેડવાની કવાયત હાથ ધરવામા આવે તેવી ખેડૂતોની માંગ છે.