65 બેન્કોએ 6.60 લાખ કરોડથી વધુની લોન આપી, હવે વસૂલી માટે 27406 કેસ કર્યા
31 માર્ચ 2024 સુધીમાં દેશની 65 જેટલી વિવિધ રાષ્ટ્રીયકૃત, સહકારી, ખાનગી, વિદેશી બેંક અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટ દ્વારા અંદાજે રૂ.૬,૬૬,૪૬૬ કરોડની ડૂબી ગયેલી નોન પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) ની રકમ પરત મેળવવા માટે ૨૭,૪૦૬ કોર્ટ કેસ કર્યા છે.
વ્યાપાર ઉદ્યોગ માટે રાષ્ટ્રીયકૃત, ખાનગી, વિદેશની બેંકો તેમજ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટ તેમના નક્કી કરેલા લક્ષ્યાંક પૂર્ણ કરવા કરોડો રૂપિયાની લોન આપી રહી છે. અનેક કિસ્સામાં લોન આપવામાં ગીરવે મૂકવામાં આવતી મિલકતોની કિંમત વધારે પડતી બતાવી દઇ લોન પધરાવી દેવામાં આવતી હોવાને કારણે લોનની વસૂલાતમાં બેંકોના સત્તાવાળાઓને મુશ્કેલી પડતી હોય છે. જેને કારણે બેન્કોના કરોડો રૂપિયા ડૂબી જતા હોય છે તેવા રૂપિયા બેંકને પરત મળી રહે તે માટે રિઝર્વ બેન્ક દ્વારા ખાસ નિયમો પણ બનાવવામાં આવ્યા છે.બેંક લોનની બાકી રકમની વસૂલાત માટે કોર્ટમાં કેસો પણ કરવામાં આવે છે. પણ કોર્ટમાં કેસો કર્યા બાદ તેની વસૂલાતના હુકમ માટે બેંકોને વર્ષો સુધી રાહ જોવી પડે છે જેથી અબજો ખરબોની રકમ સલવાઇ જાય છે અને તેને કારણે બેંકોના પણ ઉઠમણા થતા રહે છે.
બેંક લોનની બાકી રકમની વસૂલાત માટે કોર્ટમાં કેસો પણ કરવામાં આવે છે. પણ કોર્ટમાં કેસો કર્યા બાદ તેની વસૂલાતના હુકમ માટે બેંકોને વર્ષો સુધી રાહ જોવી પડે છે જેથી અબજો ખરબોની રકમ સલવાઇ જાય છે અને તેને કારણે બેંકોના પણ ઉઠમણા થતા રહે છે.દેશની ૬૫ જેટલી જુદી જુદી બેન્કો દ્વારા રૂ.૨૫ લાખથી એક કરોડ સુધીની અપાયેલી લોનની બાકી રકમની વસૂલાત માટે કોર્ટ કેસ કરવામાં આવ્યા હોય તેવા ૯,૬૨૪ કેસોની ૩૧ માર્ચ ૨૦૨૪ની પરિસ્થિતિએ કુલ રૂ.૨,૩૬,૭૦૩.૯૯ કરોડના દાવા કોર્ટમાં ચાલી રહ્યા છે. એજ પ્રમાણે એક કરોડથી વધુ રકમની આપવામાં આવેલી બાકી લોનની વસૂલાતના રૂ.૪,૩૯,૭૬૩.૩૭ કરોડ મેળવવા ૧૭,૭૮૨ કોર્ટ કેસો બેંકો અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટસ દ્વારા કર્યા હોવાનું જાણવા મળે છે. દેશની ૨૫ સહકારી બેંકના ડૂબી ગયેલા રૂ.૪૦૭૧.૩૩ લાખની વસૂલાત માટે ૫૬૮ કેસ હાલ કોર્ટમાં ચાલુ છે.