કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાએ આર્ટિકલ 370ને હટાવવાનું સમર્થન કર્યું
ન્યુ દિલ્હી :
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટાવવાને લઈને અને પુનર્ગઠનને લઈને કોંગ્રેસમાં બે ધડા પડી ગયા છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ નેતૃત્વએ મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. જોકે બીજી તરફ કોંગ્રેસના ઘણા યુવા અને વરિષ્ઠ નેતાઓએ સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. રાહુલ ગાંધીની નજીક રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ભારતમાં પૂર્ણ વિલય કરાર ગણાવ્યો છે.
કોંગ્રેસ નેતા અને પાર્ટીમાં અધ્યક્ષ પદના દાવેદાર ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ નિર્ણયના પક્ષમાં ટ્વિટ કર્યું છે. સિંધિયાએ ટ્વિટ કર્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનું ભારતમાં પૂર્ણ વિલયના પગલાનું સમર્થન કરું છું. જોકે એમ પણ કહ્યું હતું કે સંવિધાનિક પ્રક્રિયા પુરી કરી હોત તો કોઈ સવાલ ઉઠાવત નહીં. છતા પણ આ દેશના હિતમાં છે અને હું તેનું સમર્થન કરું છું.