CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – 2025નો પ્રારંભ
આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2025’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ’ના ઉદ્ઘાટન બાદ મુખ્યપ્રધાન સહિત તમામ મહેમાનોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રી સેન્સસનું લોન્ચિંગ અને મિશન થ્રી મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યાં હતાં. ‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025’ આ વખત 6 ઝોનમાં વહેચાયેલો છે. જેમાં કુલ 10 લાખથી વધુ ફૂલ, 50થી વધુ પ્રજાતી તેમજ 30થી વધુ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે.