ahemdabadગુજરાત

અમદાવાદથી ઉદયપુર વચ્ચે શરૂ થશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન

ગુજરાત અને રાજસ્થાન વચ્ચે જલ્દી જ એક નવી કડી જોડાશે, જેનાથી બંને રાજ્યો વચ્ચે મુસાફરી વધુ સરળ થઈ જશે. મળતી માહિતી મુજબ,  અમદાવાદ અને ઉદયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેનના શિડ્યૂલ અને ભાડા વિશે પણ જાણકારી આપવામાં આવી છે. આ વંદે ભારત એક્સપ્રેસ બંને રાજ્યો વચ્ચે યાત્રા વધુ સુવિધાજનક બની જશે. અમદાવાદથી ઉદયપુર વચ્ચે દોડતી વર્તમાન ટ્રેન લગભગ 5:30 થી 6 કલાકનો સમય લે છે, પરંતુ વંદે ભારત એક્સપ્રેસ આવવાથી આ યાત્રાનો સમય ઘણો ઓછો થઈ જશે. વંદે ભારત એક્સપ્રેસમાં આ સફર ફક્ત 4 કલાકમાં પૂરો કરી શકાશે. જેનાથી મુસાફરોને વધુ તેજ અને સુવિધાજનક યાત્રા કરી શકશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x