સોનાની કિંમતમાં આવ્યો મોટો ઘટાડો, જાણો નવા ભાવ
મુંબઈ :
રૂપિયામાં નબળાઇ આવવાના કારણે રાષ્ટ્રીય રાજધાની સર્રાફા બજારમાં શુક્રવારે સોનાની કિંમતમાં 372 રૂપિયાના ઘટાડો આવ્યો, હવે નવી કિંમત 39,278 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. HDFC સિક્યોરિટીએ આપેલી જાણાકારી પ્રમાણે સોનાની કિંમતની સાથે જ ચાંદીની કિંમતમાં 1,273 રૂપિયા ઘટ્યા જેની નવી કિંમત 49,187 રૂપિયા પ્રતિ કિગ્રા પહોંચી છે. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યું કે નબળા રોકાણ માગ અને મજબૂત રૂપિયાથી કિંમતોમાં ઘટાડો આવ્યો. શુક્રવારે બે દિવસમાં ડોલરના મુકાબલે રૂપિયા 21 પૈસા મજબૂત થયું. ઇન્ટરનેશનલ બજાર, ન્યૂયોર્કમાં સોનાના ભાવ ઘટી 1,520 ડોલર પ્રતિ ઓંસ રહ્યું જ્યારે ચાંદીનો ભાવ પણ ઘટી 18.30 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે.
પટેલે કહ્યું કે અમેરિકાની આશાથી વધુ સારા આર્થિક આંકડા આવ્યા બાદ બજારમાં જોખમ ધારણાના નરમ પડવાથી સર્રાફા માગ પ્રભાવિત થઇ. ગુરુવારની રાતે સર્રાફા કિંમતમાં ટેક્નિકલ સુધાર જોવા મળ્યો અને બહુમૂલ્ય ધાતુઓની કિંમતમાં ઘટાડો આવ્યો.દિલ્હીમાં, 24 કેરેટ સોનુ ગુરુવારે 39,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો, જ્યારે ચાંદી 50,460 રૂપિયા પ્રતિ કિગ્રા પર બંધ થયું. બજાર સૂત્રોએ કહ્યું કે શુક્રવારે શરૂઆતમાં રૂપિયો 17 પૈસા સુધરવાની સાથે 71.67 રૂપિયા પ્રતિ ડોલર થયો, જ્યારે ઘરેલું બજારમાં તેજી તથા અમેરિકા-ચીન વેપાર વાર્તામાં પ્રગતિ જેવા સકારાત્મક સંકેતોથી રોકાણકારોની ધારણામાં સુધાર આવ્યો.