દેશની 1 લાખથી વધુ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
શિક્ષણ મંત્રાલયના સત્તાવાર આંકડાઓ અનુસાર, દેશભરમાં એક લાખથી વધુ (1,04,125) સરકારી શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. શૈક્ષણિક વર્ષ 2024-25 ના આ આંકડાઓ દર્શાવે છે કે આવી શાળાઓમાં કુલ 33 લાખથી વધુ (33,76,769) વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેનો અર્થ છે કે સરેરાશ એક શાળામાં 34 વિદ્યાર્થીઓ છે.
‘શિક્ષણનો અધિકાર કાયદો, 2009’ મુજબ, પ્રાથમિક સ્તરે દર 30 બાળકોએ એક અને ઉચ્ચ પ્રાથમિક સ્તરે દર 35 બાળકોએ એક શિક્ષક ફરજિયાત છે, ત્યારે એક શિક્ષકીય શાળાઓનો આ મોટો આંકડો ચિંતાજનક છે. આંધ્ર પ્રદેશ (12,912 શાળાઓ) માં એક શિક્ષક ધરાવતી સૌથી વધુ શાળાઓ આવેલી છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. જોકે, એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશ (6,24,327) માં છે, ત્યારબાદ ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો ક્રમ આવે છે. રાહતની વાત એ છે કે, આવી શાળાઓની સંખ્યા 2022-23 માં 1,18,190 હતી, જે 2024-25 માં ઘટીને 1,