ગાંધીનગર

25 IPS અધિકારીઓની બદલી, આર.બી. બ્રહ્મભટ્ટ પ્રમોશન સાથે સુરતના પોલીસ કમિશનર.

ગાંધીનગર: 

રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ચર્ચામાં રહેલી IPS અધિકારીઓની બદલીઓનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં 25 જેટલા IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને PIમાંથી DySP અને SPSના ઓર્ડર પણ કરવામાં આવ્યા છે.

25 બદલીઓમાં IPS અધિકારી, 1 -સંજય શ્રીવાસ્તવને આર્મ ફોર્સના ADGP, 2- અજયકુમાર તોમરને સ્પેશ્યલ કમિશ્નર (ક્રાઇમ) અમદાવાદ, 3- ડો શમશેરસિંઘને ADGP – CID-ક્રાઇમ, 4- ડો કે એલ એન રાવને ADGP જેલ, 5- મનોજ શશિધરને ADGP- ઇંટેલિજન્સ, 6- આર.બી.બ્રહ્મભટ્ટને ADGPના પ્રમોશન સાથે સુરત પોલીસ કમિશ્નર, 7- ખુર્શીદ અહેમદને એડમીન-ટ્રાફિક રાજકોટ પોલીસ કમિશ્નર, 8- હરિકૃષ્ણ પટેલને IGP – એડમિનીસ્ટ્રેશન ગાંધીનગર , 9- સુભાષ ત્રિવેદીને IGP બોર્ડર રેન્જ, 10- ડી.બી.વાઘેલાને એડિશનલ ડાયરેક્ટર એન્ટિ કરપ્શન, 11- નિપુમા તોનવણેને DIG એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ – સેક્ટર 2 અમદાવાદ સિટી, 12- મનીન્દર પ્રતાપ સિંઘને DIGP જુનાગઢ રેન્જ, 13- એમ. એસ. ભરાડાને DIGP ગોધરા રેન્જ, 14- નિલેષ જાજડિયાને એસ.પી. રેલ્વે- વડોદરા, 15- તરુણ કુમાર દુગ્ગલને એસ.પી. બનાસકાંઠા, 16- સરોજ કુમારીને DCP હેડ ક્વાટ્ર્સ અને એડમિનીસ્ટ્રેશન વડોદરા સિટી, 17- સુધીર દેસાઇને એસ.પી. વડોદરા, 18- મનીષ સિંઘને એસ.પી. મહેસાણા, 19-અક્ષયરાજ મકવાણાને એસ.પી. પાટણ, 20- રાજન સુશ્રાને એસ.પી. સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો, 21- અચલ ત્યાગીને DCP ઝોન-4 વડોદરા સિટી, 22- અજિત રાજીયનને DCP-ટ્રાફિક અમદાવાદ સિટી, 23- સંદીપ ચૌધરીને DCP ઝોન 2 વડોદરા સિટી, 24- પ્રશાંત સુંબેને DCP ટ્રાફિક સુરત સિટી અને 25- વાસમસેટ્ટી તેજાને DCP ઝોન-5 અમદાવાદ સિટી તરીકે બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત અન્ય ચાર IPS અધિકારીની બદલીઓમાં 1- આર.એસ.યાદવની SRPF સેનાપતિ ગ્રૂપ-14 વલસાડ, 2- એમ.ડી. જાનીની SRPF સેનાપતિ ગ્રૂપ-1 વડોદરા, 3- સુધા પાંડેની SRPF સેનાપતિ ગ્રૂપ-16 ભચાઉ અને 4- એસ. આર. ઓડેદરાની SRPF સેનાપતિ ગ્રૂપ-18 કેવડીયા કોલોની ખાતે બદલી કરવામાં આવી છે. આ ઓર્ડર રાજય સરકારના ગૃહ વિભાગ ધ્વારા ભારતના ચૂંટણી પંચની પરવાનગી સાથે કરવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x