ગાંધીનગરગુજરાત

રાજ્ય સરકારની નીતિને લઇ સ્ટીલ ઉદ્યોગ મંદીમાં : કેટલાય પ્લાન્ટ બંધ થતાં હજારો કામદારો બેકાર

ગાંધીનગર :

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દેશના ઉદ્યોગો માટે રોજેરોજ નિયમોમાં કરવામાં આવતા સુધારા તેમજ ઉદ્યોગોમાં વપરાતા કાચા માલ તેમજ વીજળી, ટેક્ષ સહિતના અનેક વેરામાં વધારો કરવામાં આવતા હાલ ઉદ્યોગોની સ્થિતિ કફોડી બની છે, ત્યારે ગુજરાતમાં પણ ઉદ્યોગો એક તરફ મંદી તો બીજી તરફ વિજળીના ભાવમાં કરવામાં આવેલા વધારા તેમજ વિજળી મેળવવા માટેની રાજ્ય સરકારની નીતિને લઈને હાલ મુશ્કેલીમાં મુકાયા છે.

સ્ટીલ ઉદ્યોગ સપડાયો મંદીમાં

તાજેતરમાં પ્લાસ્ટિક ઉદ્યોગ પણ સરકારની નિતીને લઈને મુશ્કેલીમાં છે તો હાલમાં જ સ્ટીલ ઉદ્યોગને પણ સરકારના નિયમોને લઈને આર્થિક સંકળામણને લઈને ગુજરાતભરમાં આવેલા સ્ટીલ પ્લાન્ટ પૈકીના અડધા પ્લાન્ટ છેલ્લા 1 માસ ઉપરાંતના સમયથી ઉદ્યોગપતિઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે . ગુજરાતમાં નામના ધરવતા અને મૂળ ગોધરાની કોઠી સ્ટીલ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા પણ ગુજરાતમાં આવેલા તેના કુલ 12 પ્લાન્ટ પૈકી હાલ 3 પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. કોઠી સ્ટીલ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા રાજકોટ અને ભાવનગરમાં આવેલા તમામ 3 પ્લાન્ટ હાલ બંધ કરી 1000 ઉપરાંત કર્મચારીઓ – શ્રમિકોને છુટા કરી દીધા છે.

પ્લાન્ટ બંધ કરવાની પડી રહી છે ફરજ

કંપનીના દ્વારા પ્લાન્ટ બંધ કરવા પાછળ સરકાર દ્વારા સ્ટીલ ઉદ્યોગ પાસે લેવામાં આવતા ઊંચા વીજદર માનવામાં આવી રહ્યા છે , તેમજ સ્ટીલ ઉદ્યોગ એશોસિયેશન દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પણ તેમની માંગણીની રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હાલ સ્ટીલ ઉદ્યોગપતિઓ દ્વારા હાલ વિવિધ સ્ટીલના પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.

સ્ટીલ ઉદ્યોગની વિવિધ માંગો પૈકી મહત્વની માંગ એ છે કે અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર દ્વારા તેમને આપવામાં આવતી વીજળીના દર આપવામાં આવે તેમજ ગુજરાતમાં ટેક્સટાઈલ ઉદ્યોગોને 3 રૂપિયા પ્રતિ યુનિટ એ જે વિજળી આપવામાં આવે છે તે દર પર જ સ્ટીલ ઉદ્યોગોને પણ વિજળી આપવામાં આવે તેમજ હાલમાં સ્ટીલ ઉદ્યોગો પાસે રાજ્ય સરકાર દ્વારા દિવસના વીજ વપરાશના ભાવ પ્રતિ યુનિટ 7.50 રૂ તેમજ રાત્રીના 5.50 રૂ. વસુલવામાં આવી રહ્યો છે ત્યારે આ ઉદ્યોગોનો માંગણી છે કે દિવસ અને રાત્રીના જે દર અલગ અલગ લેવામાં આવે છે.

125 જેટલા પ્લાન્ટ કરાયા બંધ

તે બંધ કરવામાં આવે અને એક જ ભાવ નક્કી કરવામાં આવે તેમજ છેલ્લા બે મહિનામાં પ્રતિ યુનીટે સરકાર દ્વારા 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે તે પણ ઓછો કરવામાં આવે. સ્ટીલ ઉદ્યોગમાં સૌથી વધુ વીજળીનો ઉપયોગ થતો હોઈ રાજ્ય સરકાર દ્વારા જે વીજ દરો હાલ છે તે સ્ટીલ ઉદ્યોગને હાલના માર્કેટની સ્થિતિ પ્રમાણે પરવડે તેમ ન હોઈ રાજ્યમાં આવેલા કુલ 125 જેટલા સ્ટીલ ઉદ્યોગો પૈકી અડધા સ્ટીલ ઉદ્યોગ છેલ્લા 1 માસ ઉપરાંતના સમયથી બંધ હાલતમાં છે.

એક તરફ રાજ્ય સરકારની નિતીઓ તો બીજી તરફ સ્ટીલના ઉત્પાદનોમાં પ્રતિ કિલોએ રૂ.14 તેમજ સ્ક્રેપમાં પણ પ્રતિ કિલોએ રૂ.7 નો ઘટાડો થઇ જતા આ સ્ટીલ ઉદ્યોગ પર પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે . કોઠી સ્ટીલ દ્વારા તેના રાજકોટ અને ભાવનગર ખાતે આવેલ 3 પ્લાન્ટ બંધ કરીને 1000 ઉપરાંત કામદારોને છુટા કરવામાં આવ્યા છે તો બીજી તરફ અન્ય સ્ટીલના પ્લાન્ટો પણ બંધ થઇ જતા રાજ્યમાં સ્ટીલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 10000 કરતા પણ વધુ કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા હોવાનો દાવો પણ સ્ટીલ ઉદ્યોગપતિ કરી રહ્યા છે.

કામદારોની વધી મુસીબત

રાજ્ય સરકારની સ્ટીલ ઉદ્યોગ નિતીને લઈને સ્ટીલ ઉદ્યોગ માલિકો દ્વારા પોતાના પ્લાન્ટ બંધ કરી દેવામાં આવતા હાલ આ પ્લાન્ટમાં કામ કરતા કામદારો પણ આર્થિક મુશીબતમાં આવ્યા છે ત્યારે ગુજરાત લેબર ફેડરેશન દ્વારા પણ સરકાર દ્વારા આ કામદારો માટે પેકેજ જાહેર કરવામાં આવે તેમજ સ્ટીલ ઉદ્યોગ માલિકોની માંગને ધ્યાને લઈને સરકાર દ્વારા સકારાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે .

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x